Monday, May 19, 2025
Google search engine
HomeFeaturesCooking Tipsતરબુચ મોકટેલ, બેસન પેંડા

તરબુચ મોકટેલ, બેસન પેંડા

તરબુચ મોકટેલ

દિવાળીમાં જ્યારે મહેમાન આવે ત્યારે ચા-કોફીની જગ્યાએ આવું મોકટેલ આપી શકાય!

સામગ્રીઃ

* 500 મી.લી. તરબુચનું જ્યૂસ,

* ખાંડ સ્વાદાનુસાર

* ફુદીનાના પાન 10-12

* 100 ગ્રામ પ્લેન સોડા (Avoid પણ કરી શકાય)

* 1 લીંબુનો રસ

* ચપટી જીરુ પાવડર

રીતઃ

બધી સામગ્રી મિક્સ કરો. ફુદીનાના પાન પણ વાટીને મિક્સ કરો. કાપેલાં લીંબુથી ગાર્નિશ કરી સર્વ કરો. રેડી છે Digestive અને Tasty તરબુચ મોકટેલ!



ચણાના લોટના પેંડા (બેસન પેંડા)

માવા અને ક્રીમ વગર બનતા પેંડા!

સામગ્રીઃ

* 1 વાટકી ઘી

* 1½  વાટકી ચણાનો લોટ

* ½  કપ કોપરાનું છીણ

* 50 ગ્રામ મિલ્ક પાવડર

* 1 કપ દૂધ, ¾ કપ ખાંડ

* 1 ટી.સ્પૂન એલચી-જાયફળનો પાવડર

રીતઃ ઘી ગરમ મૂકો. એમાં ચણાનો લોટ નાંખો. 10 મિનિટ શેકો.

સુગંધ છૂટે પછી એમાં મિલ્ક પાવડર, કોપરાનું ખમણ નાખો, હજી શેકો.

હવે તેમાં દૂધ નાખો અને પકવો. દૂધ શોષાઈ જાય એટલે 1 ચમચો ઘી નાખો અને હલાવો. ખાંડનું પાણી બળી જાય એટલે 1 ચમચો ઘી નાખો. એલચી-જાયફળનો પાવડર નાખી, બધું સરસ હલાવી દો.

તૈયાર મિશ્રણને ઠંડું પડવા દો અને પેંડા વાળી દો.

– અભિનિષા આશરા

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular