Monday, May 19, 2025
Google search engine
HomeFeaturesBehind The Lensશહેરમાં રહેતા લોકો માટે સ્ટ્રેસ બસ્ટર છે વિન્ડો બર્ડીંગ

શહેરમાં રહેતા લોકો માટે સ્ટ્રેસ બસ્ટર છે વિન્ડો બર્ડીંગ

શહેરોમાં આપણે રોજ બરોજની ભાગદોડમાં આપણી આસપાસના પર્યાવરણ અને પક્ષીઓને જોવાનું ભુલી જતા હોઈએ છીએ. રજાના દિવસે કે નવરાશના સમયે Window Birding કરી આસપાસના વૃક્ષો પર આવતા પક્ષીઓ ને નિહાળવા કે સાંભળવાનો પ્રયત્ન કરીશું તો સમજાશે કે તે કેટલી સારી રીતે (Stress Buster) માનસીક તાણ ઓછું કરવાનું કામ કરે છે.

આપણે “હોલા” ના સામાન્ય નામથી જાણીતા પક્ષીની તસવીર અત્રે મુકેલ છે. “હોલો” ની વિવિધ 4-5 પ્રજાતી સામાન્ય પણે આપણી આસપાસ ભારતભરમાં જોવા મળે છે.

જેમના નામ તેમના શરીર પરના સ્પોટ, કોલર, કલર તથા અવાજ ને ધ્યાને રાખીને અંગ્રેજીમાં રાખેલા છે. આવા સ્પોટેડ ડવ, લાફીંગ ડવ, રેડ કોલર્ડ ડવ, યુરેશીયન કોલર્ડ ડવ તથા ઓરીએન્ટલ ટર્ટલ ડવ આપણી આસપાસના વૃક્ષો પર હોય છે. આવા અનેક પક્ષીઓ આપણી આસપાસ છે તો ચાલો Window Birding કરી માનસીક તાણ ઓછુ કરીએ. અને કુદરતની નજીક જવાનો પ્રયત્ન કરીએ.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular