Wednesday, May 28, 2025
Google search engine
HomeFeaturesBehind The Lensકુદરતી રંગની ઉણપ ધરાવતા પક્ષીઓ વિશે...

કુદરતી રંગની ઉણપ ધરાવતા પક્ષીઓ વિશે…

જવલ્લેજ જોવા મળતા આલ્બિનો કે લ્યુસિસ્ટીક (કુદરતી રંગની ઉણપ ધરાવતા) પક્ષીઓ વિશે થોડું જાણીએ…

2021ના ઓક્ટોબરમાં બ્લેકબક નેશનલ પાર્કની સફારીમાં પ્લેન પ્રીનીયા (પાન ફડકફુત્કી) જોઈ, આમ તો સામાન્ય રીતે આ પક્ષી “ગાર્ડન બર્ડ” એટલે સરળતાથી જોવા મળી જાય. પણ આ પ્લેન પ્રીનીયા તો સફેદ રંગની “આલ્બિનો” હતી. એટલે પાર્કના રોડ પર ના ટ્રી ગાર્ડ પર એના 2-3 ફોટા પાડયા.

આલ્બિનો કે લ્યુસિસ્ટીક પક્ષીઓ લગભગ 30,000 એ 1 જોવા મળે છે એવો પક્ષીવિદોનો અંદાજ છે. પક્ષીઓમાં કેટલાંક જનીની અને અંત:સ્ત્રાવોના અસામાન્ય ફેરફારના કારણે મેલેનીન ની ઉણપ થી આવા પક્ષીઓ થતાં હોવાનું વૈજ્ઞાનિકોનું તારણ છે.

આલ્બિનો કે લ્યુસિસ્ટીક પ્રાણી કે પક્ષીઓ તેમના મુળ રંગરૂપ થી જે રીતે કુદરતમાં છદમાવરણ (કેમોફલાજ) થી રહી શકે છે તે રીતે આવા આલ્બિનો કે લ્યુસિસ્ટીક પક્ષીઓ તેમના સફેદ રંગના કારણે છદમાવરણમાં રહી શકતા નથી. જેના કારણે તેમના જીવનને સતત શિકારી પ્રાણીઓ/પક્ષીઓથી જોખમ રહે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular