Tuesday, May 20, 2025
Google search engine
HomeFeaturesBehind The Lensદક્ષિણ ગુજરાતમાં દીપડા અને માનવ વચ્ચેના સંઘર્ષને અટકાવવો ખૂબ જરૂરી

દક્ષિણ ગુજરાતમાં દીપડા અને માનવ વચ્ચેના સંઘર્ષને અટકાવવો ખૂબ જરૂરી

છોટાઉદેપુર જિલ્લામાં દીપડા અને માનવ વચ્ચેનો સંઘર્ષ તેમજ દીપડાને રેસ્ક્યુના સમાચાર હાલ ચર્ચામાં છે. દક્ષિણ ગુજરાતમાં ખૂબજ સુંદર જંગલો આવેલા છે જેમાં દીપડા માટે શિકાર (તૃણાહારી) ખૂબ જ ઓછા છે. જેના કારણે વારંવાર દીપડા માનવ વસાહતમાં દોડી આવે છે. દીપડા અને માનવ વચ્ચે થતા સંઘર્ષમાં બંને તરફ નુકશાન થાય છે.

આનો ઉકેલ એ છે કે, આ જંગલોમાં દીપડાના શિકાર માટે  જંગલ ફાઉલ (જંગલી કુકડા), ચિંકારા, ચૌશીંગા તથા ચિત્તલ (સ્પોટેડ ડિઅર) તથા અન્ય તૃણાહારીઓની વસ્તી વધારવી. વન વિભાગના સહયોગ થી સુરત નેચર ક્લબ દ્વારા ચિત્તલનું બ્રિડીંગ સેન્ટર હાલ ચાલે છે અને સરાહનિય રીતે કેટલાંક ચિત્તલને ફરી સફળતા થી જંગલમાં પરત છોડવામાં આવ્યા છે.

જો સૌ સાથે મળીને આ જંગલોમાં ઘટેલી તૃણાહારીઓની વસ્તી વધારવા પ્રયત્ન કરીએ તો સમય જતાં દીપડા અને માનવો વચ્ચેના ઘર્ષણમાં ચોક્કસ ઘટાડો થઈ શકે તેમ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular