Thursday, May 15, 2025
Google search engine
HomeAstrologyGRAH & VASTUબ્રહ્મ અને ઉત્તરનો દોષ હોય ત્યારે પિતૃઓની ભ્રમણાઓ થાય

બ્રહ્મ અને ઉત્તરનો દોષ હોય ત્યારે પિતૃઓની ભ્રમણાઓ થાય

માણસ જાણે પોતાને શ્રુષ્ટિનો અધિસ્થાટા સમજતો હોય એવું તો લાગતું જ હતું. પણ કેટલીક એવી ગેરસમજ પણ દેખાઈ રહી છે કે એ પોતાને ઈશ્વરથી પણ વિશેષ સમજવા લાગ્યો છે. આદ્યદેવ, દેવીઓ એમને મળવા આવતા હોય એવો ભાશ થતો હોય ત્યારે વિચાર આવે કે જો ઈશ્વર માણસને પોતાના હાલ પર છોડી દે તો શું થાય? માત્ર એક વાયરસે બધાને ઘરમાં પૂરી દીધા હતા. હવે જો ઈશ્વર ઓક્સીજન બંધ કરી દે તો? એક બાજુ પિત્રુના કોપથી ડરતો સમાજ અને બીજું બાજુ ઈશ્વરના અપમાન પછી તાળીઓ પાડતો સમાજ બંને ભ્રમણાનો ભોગ બન્યા છે. પોતાની જાતને મોટા દેખાડવા માટે અન્યને નીચા દેખાડવા જરૂરી નથી. આમ પણ સદભાવના અને સંસ્કાર એ બંને વારસામાં મળે છે. અન્યનું સન્માન સાચવવું એ કોઈ પણ ધર્મનો આધાર છે. નકારાત્મક ઉર્જા અન્યનું સન્માન ઓછુ કરવા પ્રેરી શકે. આવા સંજોગોમાં વાસ્તુની સકારાત્મક ઉર્જા ચોક્કસ મદદ કરે.

આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલ ઈમેલ પર પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.

સવાલ: મને નાનપણથી ભૂલી જવાની બીમારી છે. થોડા સમયથી મને એવું લાગે છે કે મારા વડવા મને મળવા આવે છે. મને ખિસકોલી, મકોડો, કીડી, વિગેરેમાં એ લોકો દેખાય છે. હું એમની સાથે વાત પણ કરું છું. લોકો મારી આ વાતો સાંભળીને મારા પર હશે છે. કેટલાક કહે છે મને બીમારી છે. કોઈ ઉપાય જણાવો ને.

જવાબ: જયારે બ્રહ્મ અને ઉત્તરનો દોષ હોય ત્યારે આવી ભ્રમણાઓ થાય. આ મનની એક વિશિષ્ઠ સ્થિતિ છે. જેમ કેટલાક લોકો પોતાને ગમતી વ્યક્તિઓ માટે આવી વાત કરતા હોય છે કે એ મને મળવા આવે છે પણ સામે વળી વ્યક્તિને એ ખબર પણ ન હોય. ઘરમાં મહામૃત્યુંન્જય મંત્ર જાપ કરો અને શિવલિંગ પર અભિષેક કરો. ચોક્કસ સાચી દિશા અને સમજણ પ્રાપ્ત થશે.

સવાલ: નવરાત્રી આવે છે. સાથે જ વરસાદની આગાહી છે. તો માતાજીનો સાધના કરવામાં અડચણ નહિ આવે? શું ગરબા સિવાય અન્ય રીતે માતાજીની સાધના ન થઇ શકે?

જવાબ: ગરબા અને સ્તુતિ ઘરમાં બેસીને પણ થઇ શકે. બહાર જઈને જ સાધના થાય એવું થોડું જ હોય? આ નવ દિવસમાં અનુષ્ઠાન કરવાનો પણ મહિમા છે. સવાલાખ મંત્રજાપ કેવી રીતે કરવા એ હું આવતા અઠવાડીએ સમજાવો છું. ઘરમાં રહો. સુરક્ષિત રહો અને માતાજીનું અનુષ્ઠાન કરો. ચોક્કસ સારી ઉઅર્જા પ્રાપ્ત થશે.

સુચન: નાગર જ્ઞાતિના લોકો બેઠા ગરબા ગાય છે. એ રીતે પણ ગરબા કરી શકાય.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular