Thursday, May 22, 2025
Google search engine
HomeAstrologyGRAH & VASTUશું ખેતીની જમીનને વાસ્તુના નિયમો લાગુ પડે?

શું ખેતીની જમીનને વાસ્તુના નિયમો લાગુ પડે?

જગતનું મૂળ એટલે શિવ. શિવ પુરાણ અનુસાર શિવ એક અગ્નિ સ્તંભ છે. એક દિવસ એનું વિસ્તરણ થયું અને એક પ્રચંડ ધડાકા સાથે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ. આ વાત સાંભળી હોય એવું લાગે છે ને? બિગ બેંગ થિયરી યાદ આવે છે? જો શિવ જગતનો આધાર છે, મૂળ તત્ત્વ છે તો તેની સાધના કેવા ચમત્કારિક પરિણામો આપી શકે એનો વિચાર કર્યો છે?
શિવ પૂજા એ સ્વ જાગૃતિ માટેની પ્રક્રિયા છે. વળી તે કોઈ પણ કરી શકે છે, જે જીવ છે તે કરી શકે. કારણકે બ્રહ્માંડની શક્તિ પામવાની પ્રક્રિયા કોઈ પણ કરી શકે. શિવ એટલે ચેતના. તેથી જે કહે છે કે જગતના કણ કણ માં શિવ છે. જ્યાં જીવ છે ત્યાં શિવ છે.

મિત્રો આ વિભાગ આપનો જ છે. આપ આપની સમસ્યા વિશે નીચે જણાવેલ ઈમેલ પર પૂછી શકો છો.

સવાલ: મારા જીવનમાં દુઃખ જ દુઃખ છે. કુટુંબમાં બધા ફાયદો લે છે. એમનું કામ પતિ જાય એટલે અપમાન કરે. પાડોશીઓ કપટી છે. એમને મદદ કરીએ તો પણ રંજાડી રહ્યા છે. માત્ર મારો પરિવાર સારો છે. મારે હવે મારી રીતે જીવવું છે. શું એ નિર્ણય સાચો છે?

 

જવાબ: તમે કોણ છો. કોણ હતા, કોણ હશો એ તમે પણ નથી જાણતા. કોઈને વધારે પડતું મહત્વ આપવાથી તમારું સન્માન ઓછું થાય. તમે ભલા છો પણ અન્ય લોકો મૂર્ખ સમજી શકે. ભૌતિકતા છવાઈ હોય ત્યારે આવા અનુભવો થાય. પોતાના માટે જીવવું એ સારી વાત છે. તમારા ઘરમાં નૈર્ઋત્ય થી ઈશાનનો અક્ષ નકારાત્મક છે. શિવલિંગ પર અભિષેક કરો. ગાયત્રી મંત્ર કરો. ચોક્કસ સારું લાગશે.

સવાલ: જમીનને વાસ્તુ નિયમો લાગુ પડે? ખેતરમાં તો ખાલી જમીન જ હોય. તો ખેતર અને ખેતી માટે કોઈ નિયમો હોય ખરા?

જવાબ: વાસ્તુ નિયમો જમીન થી જ શરૂ થાય છે. વિવિધ પ્રકારની જમીનની વાત એમાં છણાવટ પુર્વક કરવામાં આવી છે. જમીનનો આકાર, ઢોળાવ, દિશા, રંગ, વાસ વિગેરે દ્વારા જમીનની ઉર્જા સમજવી જોઈએ. એ ઉપરાંત જમીનને પણ સમજવી જોઈએ. વરસો સુધી મેં એક જાણીતા માધ્યમથી આ અંગે વાત કરી છે. કૃષિ માટે પણ વાસ્તુ નિયમો હોય ચોક્કસ હોય છે.

સૂચન: ઉત્તર દિશામાં જમીન ઊંચી ન હોવી જોઈએ.

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular