Saturday, May 17, 2025
Google search engine
HomeNewsMumbai'પ્રેમિકાનાં મૃતદેહના ટૂકડા કેમ કર્યા?' નરાધમ મનોજ સાનેએ પોલીસને આપ્યો આંચકાજનક જવાબ

‘પ્રેમિકાનાં મૃતદેહના ટૂકડા કેમ કર્યા?’ નરાધમ મનોજ સાનેએ પોલીસને આપ્યો આંચકાજનક જવાબ

મુંબઈઃ દિલ્હીમાં કંપારી છૂટી જાય એવી રીતે શ્રદ્ધા વાલકર નામની યુવતીની કરાયેલી હત્યા જેવી જ ઘટના મુંબઈની પડોશના થાણે જિલ્લાના મીરા રોડ ઉપનગરમાં બની છે. મનોજ સાને નામના 56 વર્ષીય શખ્સે તેની લિવ-ઈન પાર્ટનરને મારી નાખ્યા બાદ તેનાં શરીરનાં ટૂકડા કર્યા હતા. તે ટૂકડાને પ્રેશર કૂકરમાં બાફીને કૂતરાઓને ખવડાવ્યા હતા તો કેટલાક બહાર જઈને ફેંકી દીધા હતા. પોલીસે આરોપી મનોજને પકડી લીધો છે અને તેણે પોતાના કૃત્યની કબૂલાત કરી છે.

આરોપી સરસ્વતી વૈદ્ય નામની 32 વર્ષની એક મહિલા સાથે છેલ્લા ત્રણ વર્ષથી મીરા રોડ (વેસ્ટ)ના ગીતાનગર વિસ્તારમાં આવેલા સાત-માળવાળા આકાશગંગા બિલ્ડિંગમાં સાતમા માળે ભાડેથી રહેતો હતો. પડોશીઓને તેના ઘરમાંથી ભયાનક દુર્ગંધ આવતાં એમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે તરત જ ત્યાં પહોંચીને તપાસ કરતાં હત્યાકાંડ થયાનું માલુમ પડ્યું હતું. તે પછી પોલીસે સાનેની ધરપકડ કરી હતી.

પૂછપરછ દરમિયાન સાનેએ પોતાના ગુનાની કબૂલાત કરી હતી. એણે કહ્યું કે, સરસ્વતી સાથે એની મુલાકાત 16 વર્ષ પહેલાં થઈ હતી. એ વખતે સાને રેશન દુકાનદાર તરીકે કામ કરતો હતો. બંને જણ એક જ સમાજના હોવાથી એમની વચ્ચે મૈત્રી થઈ હતી અને સમય જતાં તેઓ રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા. બાદમાં સાનેને સરસ્વતીનાં ચારિત્ર્ય પર શંકા ગઈ હતી. એને કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો. કંટાળીને સરસ્વતીએ ગઈ ચોથી જૂને ઝેર પી લીધું હતું. એને કારણે એનું મૃત્યુ થયું હતું. એનાં મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા. એ જોઈને સાને ગભરાયો હતો. સરસ્વતીને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવા બદલ પોતે દોષી ઠરશે એવા ડરથી સાનેએ સરસ્વતીનાં મૃતદેહનો નિકાલ કરવાનું નક્કી કર્યું હતું. એણે મૃતદેહના ટૂકડા કર્યા હતા.

સરસ્વતી અનાથ હતી એટલે એનાં લાપતા થવા વિશે કોઈ તપાસ નહીં કરાવે એ સાને જાણતો હતો. પરંતુ એ તેની ભૂલ હતી. પડોશીઓને જ શંકા જતાં એમણે પોલીસને જાણ કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular