Friday, July 4, 2025
Google search engine
HomeNewsSportsFIR નોંધવા પર પહેલવાનોએ કહ્યું, ધરણાં જારી રહેશે

FIR નોંધવા પર પહેલવાનોએ કહ્યું, ધરણાં જારી રહેશે

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે વિનેશ ફોગાટ, સાક્ષી મલિક, બજરંગ પૂનિયા અને સંગીતા ફોગાટ સહિત અન્ય પહેલવાનોની ગઈ કાલે અટકાયત કરી છે, જ્યારે તેઓ નવા સંસદ ભવન તરફ કૂચ કરવાના પ્રયાસો કરી રહ્યા હતા. દિલ્હી પોલીસે જંતર-મંતર પર ધરણાં કરી રહેલાં પહેલવાનો દ્વારા લગાવવામાં આવેલા હંગામી ટેન્ટ અને અન્ય સામાન હટાવી દીધો છે. જોકે મોડી સાથે દિલ્હી પોલીસે વિનેશ ફોગાટ અને સંગીતા ફોગાટને છોડી મૂક્યા હતા. જ્યારે બજરંગ પૂનિયાને નહોતો છોડ્યો. 

 પોલીસે કહ્યું હતું કે જંતર-મંતર પર 109 પ્રદર્શનકારીઓ સહિત દિલ્હીમાં 700 લોકોને અટકાયતમાં લીધા હતા. આ મામલે પ્રતિક્રિયા આપતાં વિનેશ ફોગાટે કહ્યું હતું કે દિલ્હી પોલીસને રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની સામે FIR નોંધવામાં સાત દિવસ લાગ્યા હતા.દિલ્હી પોલીસે ટોચના રેસલરો સાક્ષી મલિક, બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ અને સંગીતા ફોગાટની વિરુદ્ધ IPCની કલમ 147 ( તોફાન કરવા), 148 (ઘાતક હથિયારોથી લેસ થઈને બળવો કરવો), 149 (ગેરકાયદે રીતે ભીડ એકત્ર કરવી). 352 (કોઈ પણ વ્યક્તિ પર ગંભીર તથા આકસ્મિક ઉત્તેજના વગર હુમલો અથવા બળપ્રયોગ કરવો), 353 (લોક સેવકને એની ફરજથી રોકવા માટે હુમલો કરવો) અને 186  (લોકસેવકની ડ્યૂટીમાં અડચણ નાખવી) હેઠળ FIR નોંધશે.

દિલ્હી પોલીસે જંતર-મંતર પર થયેલી ઘટના સંબંધે પ્રદર્શન આયોજકો સહિત અન્યોની વિરુદ્ધ FIR નોંધી છે. ફોગાટે દેખાવકારો સામે FIR નોંધવા બદલ પોલીસની ટીકાર કરતાં કહ્યું હતું કે મહિલા પહેલવાનોના યૌન ઉત્પીડન કરનારા બ્રિજભૂષણની વિરુદ્ધ FIR નોંધવા માટે પોલીસેને સાત દિવસ લાગ્યો હતો. અને શાંતિથી દેખાવો કરવા માટે અમારી સામે FIR નોંધવા સાત કલાક પણ નથી લાગ્યા.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular