Sunday, May 18, 2025
Google search engine
HomeNewsInternationalયુક્રેનને સમર્થન આપવા બદલ પુતિને જર્મનીને આપ્યો ઝટકો

યુક્રેનને સમર્થન આપવા બદલ પુતિને જર્મનીને આપ્યો ઝટકો

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે વ્લાદિમીર પુતિનની આગેવાની હેઠળની રશિયન સરકારે જર્મન કર્મચારીઓને રશિયા છોડીને પાછા જર્મની જવા માટે કહ્યું છે. પુતિન સરકારનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે જર્મની સહિત ઘણા યુરોપિયન દેશો યુક્રેનને સમર્થન આપી રહ્યા છે અને રશિયા સામે વેપાર પ્રતિબંધો લગાવી દીધા છે.

જર્મન સરકાર સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, રશિયામાં કામ કરતા સેંકડો જર્મન સરકારી કર્મચારીઓને રશિયા છોડવાની ફરજ પાડવામાં આવી રહી છે. સમાચાર એજન્સી એએફપીએ જર્મન અધિકારીઓના હવાલાથી 28 મે, શનિવારે આ માહિતી આપી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયાના આ નિર્ણયને કારણે શિક્ષણ અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં કામ કરતા સેંકડો જર્મન નાગરિક કર્મચારીઓને રશિયા છોડવું પડશે.

જર્મનીએ તેનો રાજદ્વારી સ્ટાફ ઘટાડવો જોઈએ અને જૂનની શરૂઆત સુધી રશિયન સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવેલી મોસ્કોમાં ગોથે ઈન્સ્ટિટ્યૂટ સાંસ્કૃતિક સંસ્થા અને જર્મન શાળાઓ જેવી જાહેર સંસ્થાઓમાંથી જર્મન કર્મચારીઓને દૂર કરવા જોઈએ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular