Wednesday, July 2, 2025
Google search engine
HomeNewsNationalશું વડાપ્રધાન નરેન્દ્ર મોદી નોબેલ શાંતિ પુરસ્કાર મળશે ?

શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી નોબેલ શાંતિ પુરસ્કાર મળશે ?

દુનિયાની સૌથી મોટી લોકશાહી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. વિશ્વને શાંતિ અને પ્રગતિનો માર્ગ બતાવી ભારતનું નેતૃત્વ કરી રહેલા પીએમ મોદી દુનિયાભરમાં દેશનો ધ્વજ લહેરાવી રહ્યા છે. જેની નોંધ નોબેલ પ્રાઈઝ કમિટી દ્વારા પણ લેવામાં આવી રહ્યું છે. હાલમાં નોબેલ પ્રાઈઝ કમિટીની ટીમ નોર્વેથી ભારત પહોંચી છે. આ સમિતિ છે જે શાંતિ પુરસ્કાર વિજેતા નક્કી કરે છે અને સૌથી મોટી વાત એ છે કે આ સમિતિના પ્રતિનિધિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે પીએમ મોદી જેવા શક્તિશાળી નેતામાં શાંતિ સ્થાપિત કરવાની અદભૂત ક્ષમતા છે. આ સ્થિતિમાં, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં ભારતીયોને નોબેલ પુરસ્કાર સાથે જોડાયેલા કેટલાક મોટા સમાચાર સાંભળવા મળી શકે છે.નોબેલ પુરસ્કાર સમિતિના સભ્યોએ શું કહ્યું?

નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાની ઘોષણા કરવા ભારત આવેલા નોર્વેની નોબેલ પ્રાઈઝ કમિટીના ડેપ્યુટી લીડર એસ્લે તોજેએ જણાવ્યું કે,અમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે મોટી સંખ્યામાં ભારતીય નોમિનેશન મળી રહ્યા છે. હું આશા રાખું છું કે વિશ્વના દરેક નેતા એ કાર્ય કરશે જે નોબેલ શાંતિ પુરસ્કાર માટે જરૂરી છે.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ‘હું મોદીના પ્રયાસોને અનુસરી રહ્યો છું. મોદી જેવા શક્તિશાળી નેતામાં શાંતિ સ્થાપવાની જબરદસ્ત ક્ષમતા છે. પીએમ મોદી ખૂબ જ શક્તિશાળી દેશમાંથી આવે છે, તેમને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે છે. તેમનામાં અપાર વિશ્વસનીયતા છે. તેઓ આ ભયંકર યુદ્ધને રોકવા માટે તેમની વિશ્વસનીયતા અને તાકાતનો ઉપયોગ કરશે.

એસ્ટલી આગળ કહે છે, ‘પીએમ મોદીએ રશિયા, અમેરિકા અને ચીનના વડાઓ સાથે વાત કરી છે કે ભવિષ્ય શાંતિનું હોવું જોઈએ યુદ્ધનું નહીં. મને ખુશી છે કે મોદી માત્ર ભારતને આગળ લઈ જવાનું કામ નથી કરી રહ્યા પરંતુ તે મુદ્દાઓ પર પણ કામ કરી રહ્યા છે જે વિશ્વમાં શાંતિ માટે મહત્વપૂર્ણ છે. દુનિયાએ ભારત પાસેથી શીખવાની જરૂર છે. ભારત સુપર પાવર બનશે તે નિશ્ચિત છે. બીજી તરફ, નોર્વેના ભારતીય મૂળના સાંસદ હિમાંશુ ગુલાટીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં ઘણા ભારતીયો નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ થશે. વિશ્વમાં શાંતિ જાળવવામાં પીએમ મોદીની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. રશિયા અને યુક્રેન બંને ભારતનું સન્માન કરે છે. જો આ યુદ્ધને રોકવું હશે તો ભારતની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

નોબેલ શાંતિ પુરસ્કાર કોને આપવામાં આવે છે ?

નોબેલ શાંતિ પુરસ્કાર વિશ્વભરમાંથી પસંદ કરાયેલ વ્યક્તિઓને આપવામાં આવે છે “જેમણે લશ્કરી જમાવટ ઘટાડવા અને શાંતિ સ્થાપિત કરવા અથવા પ્રોત્સાહન આપવા માટે દેશોમાં સૌથી ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે.”

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular