Saturday, May 24, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાતમાં કોરોના વાયરસના 90 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના વાયરસના 90 કેસ નોંધાયા

ગુજરાતમાં ફરીથી કોરોના સંક્રમણ વધ્યું છે. જેમાં  24 કલાકમાં રાજ્યમાં નવા 90 કોરોના કેસ સામે આવ્યા છે. તથા વધુ 22 દર્દી સ્વસ્થ, 336 એક્ટિવ કેસ છે. તેમજ  24 કલાકમાં 1154 લોકોનું રસીકરણ કરાયું છે.

રાજકોટ અને મહેસાણામાં 10-10 કોરોના કેસ

અમદાવાદમાં 49 નવા કોરોના કેસ નોંધાયા છે. તેમજ રાજકોટ અને મહેસાણામાં 10-10 કોરોના કેસ, સુરતમાં 6, વડોદરામાં 5, સાબરકાંઠામાં 5 કેસ, પોરબંદરમાં 2, અમરેલીમાં 1 કોરોના કેસ ભરૂચ અને વલસાડમાં 1-1 નવો કોરોના કેસ નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 1154 લોકોને વેક્સિન આપવામાં આવી છે.

સૌથી વધુ ભાવનગરમાં 207 લોકોને વેક્સિન આપવામાં આવી છે. આ સિવાય સુરેન્દ્રનાગરમાં 152 અને અમદાવાદમાં 136 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. આરોગ્ય વિભાગની યાદી મુજબ ગુજરાતમાં કોરોનાના 336 એક્ટિવ કેસ છે. જેમાંથી 5 દર્દીઓની હાલત વધુ ખરાબ હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે જ્યારે 331 દર્દીઓની હાલત સ્થિર છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular