Saturday, July 19, 2025
Google search engine
HomeNewsBusinessફેબ્રઆરીમાં ફ્યુઅલની માગ 24 વર્ષના મહત્તમ સ્તરે પહોંચી

ફેબ્રઆરીમાં ફ્યુઅલની માગ 24 વર્ષના મહત્તમ સ્તરે પહોંચી

નવી દિલ્હીઃ દેશમાં ફયુઅલની માગમાં ઝડપથી વધારો થયો છે. ફેબ્રુઆરીમાં દેશની ફ્યુઅલની માગ 24 વર્ષના મહત્તમ સ્તરે પહોંચી ગઈ છે. સસ્તા રશિયાના ઓઇલથી ઓદ્યૌગિક કામગીરીમાં નોંધપાત્ર વધારો થયો છે. ફેબ્રુઆરીમાં ફ્યુઅલનો વપારાશ પાંચ ટકાથી વધુ વધીને પ્રતિદિન 48.2 લાખ બેરલ (18.5 મિલિયન ટન) થઈ ગઈ છે, જે સતત 15નો વાર્ષિક વધારો છે. ભારતીય ઓઇલ મંત્રાલયના પેટ્રોલિયમ યોજના અ વિશ્લેષણ સેલ (PPAC) દ્વારા સંકલિત આંકડામાં માગ 1998થી વધુ નોંધવામાં આવી હતી.

ફેબ્રુઆરીમાં પેટ્રોલ અથવા ગેસોલિનનું વેચાણ વાર્ષિક આધારે 8.9 ટકા વધીને 28 લાખ ટન થઈ ગયું છે, જ્યારે ડીઝલનું વેચાણ 7.5 ટકા વધીને 69.8 લાખ ટન થયું છે. આંકડા અનુસાર જેટ ફ્યુઅલનું વેચાણ 43 ટકાથી વધુ વધીને 6.2 લાખ ટન થયું છે. રસોઈ ગેસ અથવા લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG)નું વેચાણ 0.1 ટકા ઘટીને 23.9 લાખ ટન થયું છે. રસ્તા બાંધવા માટે ઉપયોગમાં લેવાતા બિટુમેનનું વેચાણ જાન્યુઆરીની તુલનાએ ફેબ્રુઆરીમાં 21.5 ટકા વધ્યું હતું, જ્યારે ફ્યુઅલ ઓઇલનો ઉપયોગ પાંચ ટકાથી થોડું વધુ ઘટ્યું છે.

Kplerના લીડ ક્રૂડ એનાલિસ્ટ વિક્ટર કટોનાએ કહ્યું હતું કે માર્ચમાં પ્રતિદિન 51.7 લાખ (bpd) હશે અને મોન્સુનથી ચાલનારી મંદીમાં એપ્રિ-મેમાં 50 લાખ bpd સુધી ઘટી જશે. તેમણે કહ્યું હતું કે માગમાં વધારો ફેબ્રુઆરીમાં રેકોર્ડ રસિયાના ક્રૂડ ઓઇલથી લાભ થશે ,જે દર્શાવે છે કે ઘરેલુ વપરાશમાં વધારો થયો છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular