Thursday, May 22, 2025
Google search engine
HomeNewsMumbaiમહારાષ્ટ્ર બજેટ-2023: રાજ્યમાં પગારદાર મહિલાઓને પ્રોફેશન ટેક્સમાંથી મુક્તિ

મહારાષ્ટ્ર બજેટ-2023: રાજ્યમાં પગારદાર મહિલાઓને પ્રોફેશન ટેક્સમાંથી મુક્તિ

મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે અહીં રાજ્ય વિધાનસભામાં એકનાથ શિંદે સરકારનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. એમાં તેમણે રાજ્યમાં અનેક પાયાભૂત યોજનાઓ માટે રૂ. 36,000 કરોડની ફાળવણી કરી હતી. તેમણે અનેક જાહેરાતો કરી છે, જેમ કે રાજ્યમાં જે મહિલાઓનો માસિક પગાર રૂ. 25,000 હશે એમને હવેથી પ્રોફેશન ટેક્સ ચૂકવવો નહીં પડે. અગાઉ માસિક મર્યાદા રૂ. 10,000 રૂપિયા હતી. અસંખ્ય દિવ્યાંગ વ્યક્તિઓને પ્રોફેશન ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. ફડણવીસે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સૂચવેલી દેશની પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થામાં મહારાષ્ટ્રનો હિસ્સો 1 ટ્રિલિયન ડોલરનો રહેશે.

મહારાષ્ટ્ર બજેટ-2023ની અન્ય મુખ્ય દરખાસ્તો આ મુજબ છેઃ

  • રાજ્યમાં એસ.ટી. બસોમાં મહિલાઓને પ્રવાસી ભાડામાં 50 ટકા ડિસ્કાઉન્ટ અપાશે.

મેટ્રો યોજનાઓ માટે હજારો કરોડની ફાળવણીઃ

  • મુંબઈ મેટ્રો 10: ગાયમુખથી શિવાજી ચોક મીરા રોડ (9.2 કિ.મી) લાઈન માટે 4,476 કરોડ
  • મુંબઈ મેટ્રો 11: વડાલાથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (12.77 કિ.મી.) લાઈન માટે 8,739 કરોડ
  • મુંબઈ મેટ્રો 12: કલ્યાણથી તળોજા (20.75 કિ.મી.) લાઈન માટે 5,865 કરોડ
  • નાગપુર મેટ્રોના બીજા ચરણઃ 43.80 કિ.મી. માટે 6,708 કરોડ
  • પુણે મેટ્રોઃ 8,313 કરોડ
  • થાણે વર્તુળાકાર મેટ્રો, નાશિક નિઓ મેટ્રો, પુણેમાં સ્વારગેટથી કાત્રજ મેટ્રો વગેરે યોજનાઓ ઉપર પણ કામ શરૂ કરાશે.

રાજ્યના અનેક ધાર્મિક સ્થળોના વિકાસ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરાઈ છે

રાજ્યમાં વિદ્યાર્થીઓને પર્યાપ્ત શિષ્યવૃત્તિ અને યુનિફોર્મ મફત મળશે

  • પાંચથી 7 ધોરણઃ રૂ.1000થી લઈને રૂ.5,000
  • 8થી 10મું ધોરણઃ 1,500થી લઈને 7,500 રૂપિયા
  • સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની શાળાઓમાં ધોરણ આઠમી સુધીના વિદ્યાર્થીઓને યુનિફોર્મ મફતમાં અપાશે.

રાજ્યોના વિમાનીમથકોના વિકાસ માટે કરોડો રૂપિયાની ફાળવણી

  • રાજ્યમાં શિર્ડી એરપોર્ટ પર રૂ. 527 કરોડના ખર્ચે નવું પ્રવાસી ટર્મિનલ બાંધવામાં આવશે.
  • નાગપુર ઈન્ટરનેશનલ એરપોર્ટનું વિસ્તરણ કરાશે
  • બેલોરા (અમરાવતી) અને શિવણી (અકોલા)માં એરપોર્ટના વિકાસનાં કામોને ગતિ
  • મુંબઈમાં ‘મહિલા યુુનિટી મોલ’ની સ્થાપના કરાશે
  • ‘માતા સુરક્ષિત તો ઘર સુરક્ષિત યોજના’ અંતર્ગત ચાર કરોડ મહિલા-દીકરીની આરોગ્ય તપાસ, ઔષધોપચાર
  • આંગણવાડીમાં સેવા બજાવતી આશા સ્વયંસેવિકાઓને અપાતું વળતર વધારાયું. એમને હવે રૂ.3,500ને બદલે રૂ.5,000 અપાશે.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular