Sunday, May 18, 2025
Google search engine
HomeNewsInternationalપાકિસ્તાનમાં રાંધણગેસના ભાવ આસમાને પહોંચ્યા

પાકિસ્તાનમાં રાંધણગેસના ભાવ આસમાને પહોંચ્યા

પાકિસ્તાન સરકાર હવે આર્થિક સંકટ સામે લાચાર દેખાઈ રહી છે. એક તરફ IMF પાકિસ્તાન તરફથી કોઈ મદદ મળી રહી નથી. બીજી તરફ દેશમાં વસ્તુઓની કિંમતો ઝડપથી વધી રહી છે. પહેલા પેટ્રોલ-ડીઝલ  અને લોટના ભાવમાં વધારો કરવામાં આવ્યો અને બીજી તરફ હવે ઘરેલુ ગ્રાહકો માટે ગેસના ભાવમાં 112 ટકાનો વધારો કરીને પાકિસ્તાન સરકારે લોકોને બેવડો ફટકો. પાકિસ્તાનના લોકો હવે તેમની સરકાર સામે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.

 

ગેસના ભાવમાં 112 ટકાનો વધારો

ARY ન્યૂઝ અનુસાર, મંગળવારે ફેડરલ કેબિનેટની આર્થિક સંકલન સમિતિ (ECC) એ ઘરેલુ ગ્રાહકો માટે ગેસના ભાવમાં 112 ટકાનો વધારો કરવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. નાણાં મંત્રી ઈશાક ડારની અધ્યક્ષતામાં આજે ECC સત્રમાં તેને મંજૂરી આપવામાં આવી હતી. ફેડરલ સરકારે આગામી 6 મહિનામાં ગ્રાહકો પાસેથી રૂ. 310 બિલિયન વસૂલ કરવા કુદરતી ગેસના ભાવમાં 112 ટકા સુધીના વધારાને મંજૂરી આપી છે. જણાવી દઈએ કે પાકિસ્તાનમાં આ દિવસોમાં ચોખા 200 રૂપિયા પ્રતિ કિલો, દૂધ 150 રૂપિયા પ્રતિ લીટર, બટાકા 70 રૂપિયા પ્રતિ કિલો, ટામેટાં 130 રૂપિયા પ્રતિ કિલો અને પેટ્રોલ 250 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાય છે.

પાકિસ્તાનમાં ગેસ સિલિન્ડરની કિંમત 3100 રૂપિયા છે

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનમાં ગેસ સિલિન્ડરની કિંમત હવે 3100 રૂપિયાની આસપાસ છે. એવું જાણવા મળ્યું છે કે ઘરેલું ગ્રાહકો માટે ગેસની કિંમતના 10 સ્લેબ હશે, કેટલાક ગ્રાહકો માટે 500 રૂપિયાની ફિક્સ ફી નક્કી કરવામાં આવી છે, જ્યારે કેટલાક ગ્રાહકો માટે 50 રૂપિયાની ફી નક્કી કરવામાં આવી છે. વાણિજ્યિક, ઔદ્યોગિક અને પાવર સેક્ટરના ગ્રાહકો માટે ગેસના ભાવમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. કોમર્શિયલ ગ્રાહકો માટે ગેસના ભાવમાં 29 ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને નવી કિંમત 1,650 રૂપિયા પ્રતિ એમએમબીટીયુ નક્કી કરવામાં આવી છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular