Saturday, May 17, 2025
Google search engine
HomeNewsEntertainmentઅનિલ અંબાણી સાથે લગ્ન બાદ એક્ટ્રેસે છોડ્યું બોલીવૂડ

અનિલ અંબાણી સાથે લગ્ન બાદ એક્ટ્રેસે છોડ્યું બોલીવૂડ

નવી દિલ્હીઃ ભારત અને એશિયાના સૌથી મોટા શ્રીમંત મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી અને ટીના મુનિમની લવ સ્ટોરી હંમેશાં ચર્ચામાં રહે છે. અંબાણી પરિવારની નાની વહુ બન્યા પહેલાં ટીના બોલીવૂડની મશહૂર એક્ટ્રેસ રહી ચૂકી છે. ટીનાએ  ઋષિ કપૂર અને સંજય દત્ત સહિત અનેક સ્ટાર્સ સાથે કામ કર્યું છે. ટીના અંબાણીએ ‘લૂંટમાર’, ‘મનપસંદ’, ‘રોકી’, ‘સૌતન’ અને ‘કર્જ’ જેવી તમામ હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે અનિલ અંબાણી સાથે લગ્ન કર્યા પછી બોલીવૂડને અલવિદા કહી દીધું હતું. આજે વેલેન્ટાઇન ડેએ ટીના અને અનિલ અંબાણી લવ સ્ટોરી પર એક નજર…

અનિલ અંબાણીની પહેલી મુલાકાત ટીના મુનિમ સાથે 1986માં થઈ હતી. અહેવાલ મુજબ અનિલે પહેલી વાર ટીનાને એક લગ્ન પ્રસંગે જોઈ હતી. ટીના બ્લેક ડ્રેસમાં ત્યાં પહોંચી હતી, જે અનિલને ખાસ્સી પસંદ પડી હતી. આ મુલાકાત ટીનાના ભત્રીજા કરણે કરાવી હતી. અનિલે પહેલી મુલાકાતનું રાજ સિમી ગરેવાલના શોમાં ખોલ્યું હતું. તેણે એ શોમાં કહ્યું હતું કે ટીના મને પહેલી મુલાકાતમાં જ પસંદ પડી ગઈ હતી.

જોકે અંબાણી પરિવાર ટીનાની એક્ટિંગ કેરિયરથી ખફા હતો. જેને લીધે બંને જણ એ વખતે થોડો સમય જુદા થયા હતા, ત્યાર બાદ ટીના લોસ એન્જલસ જતી રહી હતી. ત્યારે ત્યાં ભૂકંપના આંચકા આવ્યા હતા. જેથી અનિલે ટીનાના એ સમયે ખબરઅંતર પૂછ્યા હતા. જે પછી બંને ફરી એક વાર સાથે થયાં હતાં અને પરિવારે પણ તેમનાં લગ્નને મંજૂરી આપી હતી. ટીનાએ લગ્ન પછી ફિલ્મી દુનિયા છોડી દીધી હતી.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular