HomeGalleryFashion & Entertainmentઓડિયો સીરિઝ 'માર્વેલ્સ વેસ્ટલેન્ડર્સ'ની હિન્દી આવૃત્તિનાં પાત્રો માટે સૈફ, કરીના સ્વર આપશે Fashion & Entertainment ઓડિયો સીરિઝ ‘માર્વેલ્સ વેસ્ટલેન્ડર્સ’ની હિન્દી આવૃત્તિનાં પાત્રો માટે સૈફ, કરીના સ્વર આપશે By Manoj February 10, 2023 0 415 Share FacebookTwitterPinterestWhatsApp બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન અને એની અભિનેત્રી પત્ની કરીના કપૂર-ખાન સાથે એક પ્રોજેક્ટમાં સાથે આવી રહ્યાં છે. આ પ્રોજેક્ટ છે, ઓડિયો સીરિઝ ‘માર્વેલ્સ વેસ્ટલેન્ડર્સ’નું હિન્દી રૂપાંતર. આની જાહેરાત કરવા માટે 10 ફેબ્રુઆરી, શુક્રવારે મુંબઈના અંધેરી (વેસ્ટ)સ્થિત યશરાજ સ્ટુડિયોઝ ખાતે આયોજિત રેડ કાર્પેટ અને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પ્રસંગે સૈફ અલી ખાન, કરીના કપૂર-ખાન, વ્રજેશ હિરજી, જયદીપ અહલાવત, શરદ કેળકર, મસાબા ગુપ્તા, મિથિલા પાલકર, પ્રાજક્તા કોલી, યશસ્વિની દયામા, અનંગ્શા બિશ્વાસ જેવા કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં. આગામી હિન્દી ઓડિબલ ઓરિજિનલ પોડકાસ્ટ શ્રેણી માટે સૈફ અલી ખાને સ્ટાર-લોર્ડ સુપરહિરો પીટર ક્વિલના પાત્ર માટે પોતાનો સ્વર આપ્યો છે. તો કરીનાએ બ્લેક વિડો (હેલન બ્લેક)નાં પાત્ર માટે પોતાનો સ્વર આપ્યો છે. રોકેટ રૂપમાં અન્ય બોલીવુડ અભિનેતા વ્રજેશ હિરજી સ્વર આપશે. અભિનેતા શરદ કેળકરે વૂલ્વરીન પાત્ર માટે સ્વર આપ્યો છે. જ્યારે મસાબા ગુપ્તાએ લિસા કાર્ટરાઈટ પાત્ર માટે સ્વર આપ્યો છે. આ હિન્દી શ્રેણી છ મોસમવાળી હશે. પહેલી મોસમ રૂપે ‘માર્વેલ્સ વેસ્ટલેન્ડર્સઃ ‘માર્વેલ્સ વેસ્ટલેન્ડર્સ’ને આ વર્ષની 28 જૂને ઓડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ઓડિબલ પર રિલીઝ કરવામાં આવશે. હિન્દી ઓડિબલ ઓરિજિનલ પોડકાસ્ટ સીરિઝ ઓડિબલ ઓડિયો મનોરંજન સામગ્રીનું નિર્માણ કરતી અગ્રગણ્ય કંપની છે. (તસવીરોઃ દીપક ધુરી) TagsBollywoodcelebsHindi VersionKareena KapoorMarvel's WastelandersMumbaiSaif Ali KhanVoice Share FacebookTwitterPinterestWhatsApp Previous articleRTE અંતર્ગત દીકરાને શ્રેષ્ઠ સ્કૂલમાં એડમિશન મળ્યુંNext articleસરકારે 14 ફેબ્રુઆરીએ Cow Hug Day ઉજવવાની અપીલ પાછી ખેંચી Manoj RELATED ARTICLES Fashion & Entertainment બહુચર્ચિત ફિલ્મ છાવાના આલ્બમ લૉન્ચ ઈવેન્ટની તસવીરો જુઓ February 13, 2025 Fashion & Entertainment પ્રિયંકાએ ભાઈના લગ્નની ઢગલાબંધ તસવીરો કરી શેર, જુઓ સ્પેશિયલ પળો February 8, 2025 Fashion & Entertainment ભાઈ સિદ્ધાર્થના લગ્નમાં પ્રિયંકાએ લગાવી મહેંદી, જુઓ તસવીરો February 6, 2025 - Advertisment - Most Popular અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 28, 2025 સુવિચાર – ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫ February 27, 2025 અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 25, 2025 સુવિચાર – ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ February 24, 2025 Load more