Sunday, July 20, 2025
Google search engine
HomeNewsભારતે T20 શ્રેણીની બીજી મેચમાં ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું

ભારતે T20 શ્રેણીની બીજી મેચમાં ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું

ભારતે T20 શ્રેણીની બીજી મેચમાં ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું. રવિવારે લખનઉમાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ બેટિંગ કરતા માત્ર 99 રન જ બનાવી શકી હતી. જવાબમાં ભારતે છેલ્લી ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી છે. આ પહેલા રાંચીમાં રમાયેલી મેચમાં ન્યુઝીલેન્ડે જીત મેળવી હતી. લખનૌમાં ભારત તરફથી અર્શદીપ સિંહે 2 વિકેટ ઝડપી હતી. જ્યારે સૂર્યકુમાર યાદવે અણનમ 26 રન બનાવ્યા હતા.

સૂર્યકુમાર યાદવ 26 રન બનાવીને અણનમ રહ્યો હતો

ન્યૂઝીલેન્ડે આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 19.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. આ દરમિયાન શુભમન ગિલ અને ઈશાન કિશન ઓપનિંગમાં આવ્યા હતા. આ દરમિયાન શુભમન 11 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 9 બોલનો સામનો કરતા 2 ચોગ્ગા ફટકાર્યા હતા. ઈશાન કિશને 32 બોલમાં 19 રન બનાવ્યા હતા. ઈશાને પણ 2 ચોગ્ગા ફટકાર્યા હતા. રાહુલ ત્રિપાઠી 18 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો હતો. વોશિંગ્ટન સુંદર રન આઉટ થયો. તેણે 9 બોલનો સામનો કરીને 10 રન બનાવ્યા હતા. સુંદરે પણ બાઉન્ડ્રી ફટકારી હતી.

ભારતે ન્યુઝીલેન્ડને 99 રનમાં રોકી દીધું હતું

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ 8 વિકેટ ગુમાવીને માત્ર 99 રન જ બનાવી શકી હતી. ટીમ તરફથી કેપ્ટન સેન્ટનરે સૌથી વધુ 19 રન બનાવ્યા હતા. તેણે 23 બોલનો સામનો કરતી વખતે ચોગ્ગો પણ માર્યો હતો. ઓપનર ફિન એલન 11 રન બનાવીને આઉટ થયો હતો. કોનવે પણ માત્ર 11 રન બનાવી શક્યો હતો. ચેમ્પમેન 21 બોલમાં 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ગ્લેન ફિલિપ્સ 5 રન બનાવીને આઉટ થયો હતો. ડેરિલ મિશેલ પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો, તે 8 રન બનાવીને આઉટ થયો હતો.

અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરી હતી

ભારત તરફથી અર્શદીપે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 2 ઓવરમાં માત્ર 7 રન આપીને 2 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે 4 ઓવરમાં 17 રન આપીને 1 વિકેટ લીધી હતી. દીપક હુડ્ડાએ 4 ઓવરમાં 17 રન આપીને 1 વિકેટ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલે 2 ઓવરમાં 4 રન આપીને 1 વિકેટ લીધી હતી. તેણે મેડન ઓવર પણ લીધી હતી. વોશિંગ્ટન સુંદર અને હાર્દિક પંડ્યાને પણ એક-એક સફળતા મળી છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular