Friday, July 4, 2025
Google search engine
HomeNewsBusinessIC15 ઇન્ડેક્સ 103 પોઇન્ટ ઘટ્યો

IC15 ઇન્ડેક્સ 103 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ ક્રિપ્ટોકરન્સી માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – IC15ના ઘટકોમાંથી પોલિગોન, ચેઇનલિંક અને યુનિસ્વોપ ત્રણથી આઠ ટકાની રેન્જમાં વધ્યા હતા, જ્યારે સોલાના, ઈથેરિયમ અને રિપલ 1-2 ટકા ઘટ્યા હતા. માર્કેટ કેપિટલાઇઝેશન 1.05 ટ્રિલિયન ડોલર રહ્યું છે.

અમેરિકાના કોમોડિટી ફ્યુચર્સ ટ્રેડિંગ કમિશનના કમિશનર ક્રિસ્ટિન જોનસને પ્રસ્તાવ મૂક્યો છે કે ક્રિપ્ટોકરન્સી સ્પોટ માર્કેટ પર નજર રાખવાની બાબતે રહેલી કમીને દૂર કરવા માટે સંસદે કાયદો ઘડવો જોઈએ. એરિઝોનાના સંસદસભ્ય વેન્ડી રોજર્સે ક્રિપ્ટોને લગતા અનેક ખરડા રજૂ કર્યા છે. એમાંનો એક ખરડો એમના રાજ્યમાં બિટકોઇનને કાનૂની સ્વરૂપ આપવા માટેનો છે.

બીજી બાજુ, એમેઝોન ડિજિટલ એસેટ્સ અને એનએફટીના ક્ષેત્રે વધુ ખેડાણ કરવા માગે છે. એના માટેનો બિઝનેસ શરૂ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – IC15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.31 ટકા (103 પોઇન્ટ) ઘટીને 32,592 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 32,695 ખૂલીને 33,102 પોઇન્ટની ઉપલી અને 31,966 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular