Sunday, May 18, 2025
Google search engine
HomeNewsInternationalશું પાણી માટે પણ તરસશે પાકિસ્તાન?

શું પાણી માટે પણ તરસશે પાકિસ્તાન?

નવી દિલ્હીઃ આર્થિક તંગીથી ઝઝૂમી રહેલા પાકિસ્તાનમાં લોટ-દાળની કિંમતો આકાશને આંબી રહી છે. અનાજની ખેંચની વચ્ચે હવે પાકિસ્તાનને નવો આંચકો પાણીને લઈને લાગવાનો છે. ભારતે સપ્ટેમ્બર, 1960ની સિંધુ જળ સંધિમાં સંશોધન માટે પાકિસ્તાનને નોટિસ જારી કરી છે. સરકારી સૂત્રોએ શુક્રવારે એ માહિતી આપતાં જણાવ્યું હતું કે એ નોટિસ ઇસ્લામાબાદ દ્વારા સંધિને લાગુ કરવાને લઈને પોતાના વલણ પર અડગ રહેવાને કારણે જારી કરવામાં આવી છે.

એ નોટિસ સિંધુ જળ સંબંધી કમિશનરોના માધ્યમથી 25 જાન્યુઆરીએ મોકલી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનની સાથે થયેલી સિંધુ જળ સંધિ અને તેની ભાવના અક્ષરશઃ લાગુ કરવાના ભારતના દ્રઢ સમર્થક અને જવાબદાર ભાગીદાર રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાનની કાર્યવાહીઓએ સિંધુ જળ સંધિની જોગવાઈ અને એને લાગુ કરવાના પ્રતિકૂળ અસર પડી અને ભારતને એમાં સંશોધન માટે ઉચિત નોટિસ જારી કરવા માટે મજબૂર કરવામાં આવ્યો.

ભારત અને પાકિસ્તાનને નવ વર્ષોની વાટાઘાટ પછી 1960માં સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. આ સંધિના હસ્તાક્ષરકર્તાઓમાં સામેલ હતા. આ સંધિ મુજબ પૂર્વ નદીઓનું પાણી, કેટલાક અપવાદો છોડી દઈએ તો ભારત વિના રોકટોક ઉપયોગ કરી શકે છે. ભારતથી જોડાયેલી જોગવાઈઓ હેઠળ રાવી, સતલજ અને બિયાસ નદીનાં પાણીનો ઉપયોગ પરિવહન, વીજળી અને કૃષિ માટે કરવાનો અધિકાર ભારતને આપવામાં આવ્યો હતો.

વર્ષ 2015માં પાકિસ્તાને ભારતીય કિશનગંગા અને રાતલે પનવીજલી પ્રોજેક્ટો પર ટેક્નિકલ વાંધાઓની તપાસ માટે તટસ્થ વિશેષજ્ઞની નિયુક્તિ કરવાનો આગ્રહ કર્યો હતો. વર્ષ 2016માં પાકિસ્તાન આ આગ્રહથી એકતરફી પીછેહઠ કરી હતી અને આ વાંધાઓની મધ્યસ્થતા કોર્ટમાં લઈ જવાનો પ્રસ્તાવ કર્યો છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular