Sunday, May 18, 2025
Google search engine
HomeNewsEntertainment‘RRR’ના ‘નાટુ-નાટુ’ના ઓસ્કારપ્રવેશ સાથે બોલીવૂડમાં ખુશીની લહેર

‘RRR’ના ‘નાટુ-નાટુ’ના ઓસ્કારપ્રવેશ સાથે બોલીવૂડમાં ખુશીની લહેર

નવી દિલ્હીઃ એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ના 95મા ઓસ્કાર નોમિનેશન્સ જગ્યા બનાવી લીધી છે. આ ફિલ્મનું ગીત ‘નાટુ-નાટુ’ બેસ્ટ ઓરિજિનલ સોન્ગ કેટેગરીમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યું છે. ‘RRR’ની આ સફળતાને લઈને બોલીવૂડથી સતત શુભેચ્છાના સંદેશ આવી રહ્યા છે અને આ ઐતિહાસિક સફળતાની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. અર્જુન કપૂર અને ફરહાન અખતરે પણ ‘RRR’ની ટીમને શુભેચ્છા આપી હતી. આ ઐતિહાસિક સફળતા પર બોલીવૂડ દ્વારા પ્રશંસાના પુલ બાંધવામાં આવી રહ્યા છે.  

અર્જુન કપૂરે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું છે કે અને તેમનો ડાન્સ ક્રાંતિ વિશ્વઆખામાં આગ લગાડી રહ્યો છે. ઓસ્કાર 2023માં બેસ્ટ ઓરિજિનલ સોન્ગ નોમિનેશન.આનાથી મોટું કંઈ થઈ ના શકે.

ફરહાન અખ્તરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે  ‘નાટુ-નાટુ’ બેસ્ટ ઓરિજિનલ સોંગ માટે નોમિનેટ થયું છે. એનાથી રોમાંચક બીજું કશું હોઈ ના શકે. ઓસ્કારના ફાઇન નોમિનેશનમાં ઓલ ધ બ્રીથ્સ ડોક્યુમેન્ટરી પણ જગ્યા બનાવવામાં સફળ રહી છે. ગુડ લક.

સાઉથ એક્ટર ચિરંજીવે ટ્વીટ કરતાં લખ્યું છે કે સિનેમેટિક ગ્લોરીના શિખરેથી એક પગલું દૂર. સૌથી શ્રેષ્ઠ મૂળ ગીત ‘નાટુ-નાટુ’ સાથે પૂરી ટીમને ઓસ્કાર નામાંકન પર હાર્દિક શુભેચ્છાઓ.

‘નાટુ-નાટુ’ના સિંગર રાહુલ સિપલિંગજે લખ્યું છે કે ટીમ ‘RRR’ને ઓસ્કાર નોમિનેશન્સ માટે શુભેચ્છાઓ, આભાર એમએમ કિરાવણી સર.

પરિણીતિ ચોપડાએ લખ્યું છે કે ઓસ્કાર નોમિનેશન માટે ટીમ ‘RRR’ અને ગુનિત મોંગાને શુભેચ્છા. બહુ શાનદાર સફળતા.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular