Sunday, July 20, 2025
Google search engine
HomeNewsNationalપેરોલ પર છૂટેલા રામ રહીમે તલવારથી કેક કાપી, વિડિયો વાયરલ...

પેરોલ પર છૂટેલા રામ રહીમે તલવારથી કેક કાપી, વિડિયો વાયરલ…

નવી દિલ્હીઃ હાલમાં પેરોલ પર છૂટેલા ડેરા સચા સોદાના પ્રમુખ રામ રહીમનો  તલવારથી કેક કાપતો વિડિયો સોશિયલ મિડિયામાં વાઇરલ થયો છે. રામ રહીમ 21 જાન્યુઆરીએ રોહતક જેલથી પેરોલ પર છૂટ્યા છે, જોકે જેલમાંથી તેમને છોડવા પર વિપક્ષે સવાલ ઊભા કર્યા હતા. આ પહેલાં તેમને નવેમ્બરમાં પેરોલ મળ્યા હતા. તેમને 40 દિવસોની પેરોલ મળ્યા છે. તેમને બે શિષ્યાઓ પર બળાત્કાર અને હત્યા કરવા બદલ 20 વર્ષની જેલની સજા થઈ છે. શનિવારે પેરોલ પર બહાર આવ્યા પછી તેઓ ઉત્તર પ્રદેશના બાગપત સ્થિત બરનાવા આશ્રમમાં ગયા હતા.   

તેમણે પેરોલ પર છૂટ્યા પછી 21 જાન્યુઆરીએ કેક કાપીને ખુશીઓ મનાવી હતી અને અનુયાયીઓને અવતાર માહની શુભકામનાઓ આપી હતી. આ વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

તેમણે જામીન અરજીમાં કહ્યું હતું કે તેઓ 25 જાન્યુઆરીએ ડેરાના ભૂતપૂર્વ પ્રમુખ શાહ સતનામ સિંહની જયંતી સમારોહમાં ભાગ લેવા ઇચ્છે છે. તેમને વાઇરલ વિડિયોમાં એ કહેતાં સાંભળી શકાય છે કે આ પ્રકારે ઉત્સવ મનાવવાની તક પાંચ વર્ષ પછી મળી છે. એટલે મારે કમસે કમ પાંચ કેક કાપવી જોઈએ, હજી આ પહેલી કેક છે. જોકે આ રીતે તલવારથી કેક કાપવી એ આર્મ્સ એક્ટ હેઠળ પ્રતિબંધિત છે.

ડેરા પ્રમુખની ધર્મની પુત્રી હનીપ્રીતની સાથે આશ્રમના પ્રાંગણમાં તેમણે સફાઈ ઝુંબેશ શરૂ કરી હતી. નેટ પર અનુયાયીઓને સંદેશ આપતાં તેમણે કહ્યું હતું કે આ ધરતીને સાફસૂથરી રાખવી એક મહાન સેવા છે. સફાઈથી સમાજમાં સંદેશ જાય છે અને રોગ પણ ભાગે છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular