Thursday, May 29, 2025
Google search engine
HomeNewsBusinessગૂગલની પિતૃ-કંપની આલ્ફાબેટ 12,000 કર્મચારીઓને છૂટા કરશે

ગૂગલની પિતૃ-કંપની આલ્ફાબેટ 12,000 કર્મચારીઓને છૂટા કરશે

ન્યૂયોર્કઃ રોઈટર સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ, આલ્ફાબેટ કંપની 12,000 નોકરીઓ બંધ કરી રહી છે. કંપનીના ચીફ એક્ઝિક્યૂટિવે કર્મચારીઓને મોકલેલા એક મેમોમાં જણાવ્યું છે. ટેક્નોલોજી ક્ષેત્રને હચમચાવી મૂકનાર છટણીના સમાચારોમાં આ નવા છે. આવનારા દિવસોમાં ગૂગલ-આલ્ફાબેટની હરીફ માઈક્રોસોફ્ટ કોર્પ કંપની પણ 10,000 કર્મચારીઓને છૂટા કરવાની છે.

આર્થિક અનિશ્ચિતતાના સમયગાળામાં આ નવા સમાચાર આવ્યા છે. બીજી બાજુ, ગૂગલ અને માઈક્રોસોફ્ટ કંપનીઓ જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવા અદ્યતન સોફ્ટવેરમાં મોટા પાયે ઈન્વેસ્ટમેન્ટ કરવા ધારે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular