Sunday, May 25, 2025
Google search engine
HomeNewsBusinessઆઇસી15 ઇન્ડેક્સ 402 પોઇન્ટ વધ્યો

આઇસી15 ઇન્ડેક્સ 402 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટના બેન્ચમાર્ક – આઇસી15ના તમામ ઘટક કોઈન્સમાં સોમવારે વૃદ્ધિ થઈ હતી. એમાંથી સોલાના, લાઇટકોઇન, અવાલાંશ અને પોલકાડોટમાં 4થી 12 ટકાની રેન્જમાં વધારો થયો હતો. જો કે, બિટકોઇન 17,000 ડોલરનો આંક વટાવી શક્યો ન હતો. માર્કેટ કેપિટલાઇઝેશન 807 અબજ ડોલર રહ્યું છે.

દરમિયાન, વિતાલિક બુતેરિને આગામી વર્ષને ઈથેરિયમ માટે આશાસ્પદ ગણાવ્યું છે. એમણે કહ્યું છે કે ઈથેરિયમ ઇન્પ્રુવમેન્ટ પ્રોટોકોલ 4884 વર્ષ 2023માં લોન્ચ કરવામાં આવશે.

બીજી બાજુ, ઓસ્ટ્રેલિયામાં ક્રીપ્ટોકરન્સીનાં એટીએમની સંખ્યા વધીને 216 થઈ ગઈ છે. બિટકોઇનને સર્વપ્રથમ માન્યતા આપનાર દેશ અલ સાલ્વાડોર ક્રીપ્ટો એટીએમની દૃષ્ટિએ પાછળ રહી ગયું છે. 200 કરતાં વધુ એટીએમ ધરાવતા દેશોમાં સ્પેન, અમેરિકા અને કેનેડાનો સમાવેશ થાય છે.

યુનાઇટેડ કિંગડમે સ્થાનિક ઇન્વેસ્મેન્ટ મેનેજર અથવા બ્રોકર મારફતે ક્રીપ્ટોકરન્સીની ખરીદી કરનારા વિદેશી રોકાણકારોને કરવેરામાંથી મુક્તિ આપી છે. વડા પ્રધાન ઋષિ સુનાકે ગયા ડિસેમ્બરમાં આ કરમુક્તિની જાહેરાત કરી હતી. તેઓ યુનાઇટેડ કિંગડમને ક્રીપ્ટોકરન્સીમાં વૈશ્વિક અગ્રણી બનાવવા માગે છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.68 ટકા (402 પોઇન્ટ) વધીને 24,303 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 23,902 ખૂલીને 24,362ની ઉપલી અને 23,829 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular