Friday, July 4, 2025
Google search engine
HomeNewsબીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રાહુલ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત

બીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રાહુલ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત

ભારતની ટેસ્ટ ટીમના વર્તમાન કેપ્ટન કેએલ રાહુલ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયા છે. બેટિંગ કોચ વિક્રમ રાઠોડે તેના વિશે અપડેટ આપ્યું છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. રોહિત શર્માની ગેરહાજરીમાં રાહુલને પ્રથમ ટેસ્ટ મેચ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ હવે તે ઘાયલ છે. તેથી બીજી ટેસ્ટ મેચ રમવા અંગે શંકા છે. જો કે વિક્રમ રાઠોડના કહેવા પ્રમાણે રાહુલની ઈજા બહુ ગંભીર નથી.

ગુરુવારથી ટેસ્ટ શ્રેણીની બીજી મેચ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગુરુવારથી ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમાશે. રાહુલ આ મેચ પહેલા જ ઈજાગ્રસ્ત થયો હતો. ક્રિકઇન્ફો પર પ્રકાશિત એક સમાચાર અનુસાર, રાહુલને પ્રેક્ટિસ દરમિયાન હાથ પર ઈજા થઈ હતી. જોકે, બેટિંગ કોચ વિક્રમ રાઠોડે આશા વ્યક્ત કરી છે કે રાહુલની ઈજા વધારે ગંભીર નહીં હોય. તેણે કહ્યું, “તે બહુ ગંભીર બાબત નથી લાગતી. તેઓ સરસ લાગે છે. આશા છે કે તેઓ ઠીક છે. તબીબો આ મામલે તપાસ કરી રહ્યા છે. પરંતુ આશા છે કે બધું સારું થશે.

 

રોહિતની ગેરહાજરીમાં રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો

બેટિંગ કોચ રાઠોડ પ્રેક્ટિસ દરમિયાન કેએલ રાહુલને થ્રોડાઉન આપી રહ્યા હતા. નેટ્સ સેશનના અંતે રાહુલને હાથમાં ફટકો લાગ્યો અને તે ઘાયલ થયો. દરમિયાન તબીબોએ તેની તપાસ કરી હતી. રોહિતની ગેરહાજરીમાં રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત ઈજાના કારણે બહાર જઈ રહ્યો છે. હવે રોહિત બીજી ટેસ્ટમાંથી પણ બહાર છે અને રાહુલના રમવા પર શંકા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular