Friday, May 23, 2025
Google search engine
HomeNewsNationalમહારાષ્ટ્રમાં લવ જેહાદ પર કાયદો લાવવાની તૈયારી

મહારાષ્ટ્રમાં લવ જેહાદ પર કાયદો લાવવાની તૈયારી

શ્રદ્ધા મર્ડર કેસનો આરોપી આફતાબ પૂનાવાલા હાલમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ છે અને દિલ્હી પોલીસ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે. આ મામલો લવ જેહાદ સાથે પણ જોડાયેલો હતો. હવે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકાર લવ જેહાદ પર કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ અંગે માહિતી આપી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે તેમની સરકાર લવ જેહાદના કાયદાનો અભ્યાસ કરી રહી છે અને વિવિધ રાજ્યોમાં કયા પ્રકારના કાયદા છે. તેના આધારે આગળનો નિર્ણય લેવામાં આવશે. થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રમાં ભાજપના ધારાસભ્ય રામ કદમે પણ શ્રદ્ધા હત્યા કેસની તપાસ લવ જેહાદ એંગલથી કરવાની માંગ કરી હતી.

બીજેપી ધારાસભ્યનો દિલ્હી પોલીસ કમિશનરને પત્ર

બીજેપી ધારાસભ્યએ દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેણે લખ્યું છે કે, જો આરોપી મામૂલી રકમ જ કમાતો હતો તો તે પૈસા કેવી રીતે એકઠો કરી રહ્યો હતો? આ અંગે સંપૂર્ણ તપાસ થવી જોઈએ. અત્યાર સુધી જે માહિતી સામે આવી છે તે ‘લવ જેહાદ’ તરફ ઈશારો કરે છે. દિલ્હી પોલીસે આ પરિપ્રેક્ષ્યમાં તપાસ કરવા માટે વિશેષ ટીમ બનાવવી જોઈએ.

આસામના સીએમ હિમંતાએ પણ તેને લવ જેહાદ સાથે જોડ્યું હતું

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ આ હત્યાકાંડને લવ જેહાદ સાથે જોડ્યો હતો. તેણે કહ્યું છે કે લવ જેહાદ એક વાસ્તવિકતા છે અને આ વાત દિલ્હીમાં શ્રદ્ધા વોકરની જઘન્ય હત્યાથી સાબિત થઈ ગઈ છે. અગાઉ પણ આ બાબત પર ભાર મુકતા તેમણે કહ્યું હતું કે દેશમાં લવ જેહાદ સામે કડક કાયદો ઘડવાની જરૂર છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular