Monday, July 7, 2025
Google search engine
HomeNewsNationalપાકિસ્તાની શકમંદનો પંજાબ બોર્ડરથી ભારતમાં ઘુસણખોરીનો પ્રયાસ

પાકિસ્તાની શકમંદનો પંજાબ બોર્ડરથી ભારતમાં ઘુસણખોરીનો પ્રયાસ

પંજાબના પઠાણકોટના પહાડીપુર વિસ્તારમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સે મોડી રાત્રે બે શકમંદોને જોયા હતા. શંકાસ્પદને જોતા જ બીએસએફ જવાનોએ ગોળીબાર કર્યો હતો. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સરહદ પારથી ઘૂસણખોરી કરવાના બંને પ્રયાસને નિષ્ફળ બનાવાયો હતો. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે કુલ 7 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બંને ઘૂસણખોરો મોડી રાત્રે સરહદ પાર કરીને પાછા ફર્યા હતા.

BSFએ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું

આ સાથે, બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ શુક્રવારે રાત્રે પંજાબના અમૃતસર સેક્ટરમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું. આ ઘટના 25 નવેમ્બરે મોડી રાત્રે બની હતી જ્યારે ફોરવર્ડ એરિયામાં તૈનાત 144 બટાલિયનના BSF જવાનોએ પાકિસ્તાન તરફથી ભારતીય વિસ્તારમાં ઘૂસતા શંકાસ્પદ ફ્લાઈંગ ઑબ્જેક્ટ/ડ્રોનનો અવાજ સાંભળ્યો હતો.

સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો

ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવા માટે તાત્કાલિક જવાબમાં, સૈનિકોએ ડ્રોનને નીચે લાવવા માટે ઘણા રાઉન્ડ ફાયરિંગ કર્યા. આ પછી, જવાનોએ ડ્રોનને જપ્ત કર્યું અને અમૃતસર રેન્જના ડીઆઈજી સહિત બીએસએફના વરિષ્ઠ અધિકારીઓ નિરીક્ષણ કરવા સ્થળ પર પહોંચ્યા.

કસ્ટમાઇઝ્ડ ડ્રોન વડે ઘૂસણખોરીનો પ્રયાસ

મીડિયા અહેવાલો અનુસાર, આ એક કસ્ટમાઇઝ્ડ ડ્રોન છે જેનો ઉપયોગ પાકિસ્તાન દ્વારા ભારતીય ક્ષેત્રમાં નાર્કોટિક્સ હથિયારો ધકેલવા માટે કરવામાં આવ્યો હતો. સુરક્ષા અધિકારીઓએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular