Tuesday, July 15, 2025
Google search engine
HomeNewsEntertainmentતમન્ના ભાટિયા મુંબઈના ઉદ્યોગપતિને પરણશે

તમન્ના ભાટિયા મુંબઈના ઉદ્યોગપતિને પરણશે

મુંબઈઃ દક્ષિણની ફિલ્મો તેમજ હિન્દી ફિલ્મોની અભિનેત્રી તમન્ના ભાટિયા ટૂંક સમયમાં જ લગ્ન કરવાની છે. અહેવાલો અનુસાર, એ મુંબઈના એક ઉદ્યોગપતિ સાથે લગ્ન કરવા તૈયાર થઈ છે. આ ઉદ્યોગપતિ છેલ્લા કેટલાક વખતથી તમન્નાને લગ્ન કરવાની ઓફર કરતો હતો.

તમન્ના હવે લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત થઈ હોવાથી એણે કોઈ નવી ફિલ્મ સાઈન કરવાનું બંધ રાખ્યું છે. લગ્ન વિશેના અહેવાલોને તમન્નાએ હજી સુધી સમર્થન આપ્યું નથી.

તમન્નાએ 15 વર્ષની વયથી જ અભિનય કરવાનું શરૂ કર્યું હતું. એ ‘બાહુબલી’ ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે. બોલીવુડમાં એણે ‘હિંમતવાલા’, ‘હમશકલ’ ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં જ એની ‘બબલી બાઉન્સર’ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઈ હતી. અગાઉ  એ દક્ષિણી અભિનેતા ચિરંજીવી સાથે તેલુગુ ફિલ્મ ‘ભોલા શંકર’માં જોવા મળશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular