Friday, July 4, 2025
Google search engine
HomeNewsGujaratમતદાન જાગૃતિ માટે ગેસ સિલિન્ડર, ST બસો પર સંદેશ

મતદાન જાગૃતિ માટે ગેસ સિલિન્ડર, ST બસો પર સંદેશ

રાજકોટઃ ગેસ સિલિન્ડર સાથે ‘અવસર લોકશાહીનો, મતદાન ચૂકશો નહીં,’- આ મેસેજની ઘરે-ઘરે ડિલિવરી પણ થશે. આ નવતર પ્રયોગ હેઠળ જનજાગૃતિ અર્થે આ આપણા સૌનો રૂડો અવસર છે અને મતદાન ચોક્કસ કરવું જોઈએ અને વધુ ને વધુ મતદાન થાય તે હેતુથી ગેસના બાટલા પર સ્ટિકર લગાડી આ સિલિન્ડરની ડિલિવરી કરવામાં આવશે. જિલ્લા પુરવઠા અધિકારી અવનિબહેન હરણે કહ્યું હતું કે અંદાજે 7000 જેટલા ગેસના બાટલામાં આ સ્ટિકર્સ લગાડવામાં આવ્યાં છે, જેથી ઘરે-ઘરે સતત યાદ અપાવશે કે મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે.

આ જ રીતે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહનની બસોમાં પણ “અવસર લોકશાહીનો”ના મતદાન જાગૃતિના સ્ટિકર્સ જોવા મળશે. બસોમાં મોટા પાયે લોકો પરિવહન કરતા હોઈ તેમના ધ્યાને સતત આ મેસેજ નજરે ચડશે અને આપણે પણ મતદાન કરવું જોઈએ તે સતત યાદ અપાવતું રહે એ માટે એસ.ટી. બસ મદદરૂપ બનશે.

રાજકોટ જિલ્લામાં પાંચ ડેપો હેઠળની ૨૪૦ જેટલી બસોમાં આ સ્ટિકર્સ અંદર તેમ જ બહારની બાજુ લગાડવામાં આવ્યાં હોવાનું વિભાગીય નિયામક જે. બી. કારોતરાએ માહિતી આપતાં જણાવ્યું છે.

આગામી વિધાનસભાની ચૂંટણીને અનુસંધાને રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ ચૂંટણી વિભાગ દ્વારા મતદાન જાગૃતિ અર્થે અનેકવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે, ત્યારે લોકશાહીના અવસરને વધાવવા ઘર-ઘર, પરિવારમાં આ પ્રયોગ સફળતાપૂર્વક અસરકારક રીતે સમજણ પૂરી પાડશે તેમ ચોક્કસ કહી શકાય.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular