Sunday, May 18, 2025
Google search engine
HomeNewsInternationalનીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો સાફ, UK હાઈકોર્ટે ફગાવી અરજી

નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો સાફ, UK હાઈકોર્ટે ફગાવી અરજી

Nirav Modi PNB Scam: ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીને બ્રિટનની હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. નીરવ મોદીને ભારતમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે. હાલમાં તે યુકેમાં આશ્રય લઈ રહ્યો છે. યુકે હાઈકોર્ટ દ્વારા અપીલ ફગાવી દેવાયા બાદ તેને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે.યુકે હાઈકોર્ટે બુધવારે નીરવ મોદીની અપીલ ફગાવી દીધી હતી અને ભારતને પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી.

હજારો કરોડની છેતરપિંડીનો આરોપ

ભાગેડુ નીરવ મોદી અને મેહુલ ચોક્સી પર પંજાબ નેશનલ બેંકને 14500 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં બ્રિટનની વેસ્ટમિન્સ્ટર કોર્ટે ભારતને પ્રત્યાર્પણને મંજૂરી આપી ત્યારે નીરવ મોદીને મોટો ઝટકો લાગ્યો હતો. આ પછી નીરવ મોદીએ લંડન હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. નીરવ મોદીએ હાઈકોર્ટમાં કહ્યું કે ભારતમાં તેના જીવને ખતરો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular