Tuesday, July 22, 2025
Google search engine
HomeNewsEntertainmentદીપિકા બનશે રણબીરની માં; 'બ્રહ્માસ્ત્ર 2-દેવ'માં

દીપિકા બનશે રણબીરની માં; ‘બ્રહ્માસ્ત્ર 2-દેવ’માં

મુંબઈઃ દિગ્દર્શક અયાન મુખરજીની આગામી ‘બ્રહ્માસ્ત્ર 2 – દેવ’ ફિલ્મમાં રણબીર કપૂરની માતા અમ્રિતાની ભૂમિકા કોણ ભજવશે તે વિશેની અટકળોનો અંત આવી ગયો છે. ફિલ્મની ઓટીટી આવૃત્તિએ દીપિકા પદુકોણની સ્પષ્ટ ઝલક આપી છે. ‘બ્રહ્માસ્ત્ર 1 – શિવા’ ફિલ્મ ગઈ 9 સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી. ઓટીટી પ્લેટફોર્મ પર 4 નવેમ્બરથી શરૂ થઈ છે.

જે અમુક દર્શકોએ ‘બ્રહ્માસ્ત્ર 1’ ફિલ્મ થિયેટરમાં જોઈ છે એમણે એવો દાવો કર્યો છે કે એમણે ફિલ્મમાં દીપિકાને જોઈ હતી. જ્યારે જે લોકોએ 2-Dમાં ફિલ્મ જોઈ હતી, એમનું કહેવું છે કે દીપિકા એમને ક્યાંય દેખાઈ નહોતી. પરંતુ, હવે ઓટીટી વર્ઝને બધી અટકળોનો અંત લાવી દીધો છે. એક દ્રશ્યમાં દીપિકા જોઈ શકાય છે. એમાં તે બાળ શિવાને એનાં હાથમાં તેડેલી દેખાય છે. તે દ્રશ્ય ઈન્ટરવલ બાદ તરત જ જોવા મળે છે. હોટસ્ટાર પર ફિલ્મ જોયા બાદ પ્રશંસકોએ સમર્થન કર્યું છે કે તે દીપિકા જ છે.

‘બ્રહ્માસ્ત્ર 1 – શિવા’ ફિલ્મમાં રણબીર કપૂર ઉપરાંત આલિયા ભટ્ટ, મૌની રોય, અમિતાભ બચ્ચન, નાગાર્જુન એકીનેની પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળ્યાં છે. ટચૂકડી ભૂમિકામાં શાહરૂખ ખાન પણ જોવા મળે છે. ફિલ્મના બીજા ભાગમાં રણવીર સિંહ પણ જોવા મળશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular