Monday, May 26, 2025
Google search engine
HomeNewsGujaratકોંગ્રેસ રાજ્યનાં પાંચ શહેરોમાં 'પરિવર્તન સંકલ્પ યાત્રા' કાઢશે

કોંગ્રેસ રાજ્યનાં પાંચ શહેરોમાં ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ કાઢશે

અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહ્યો છે, તેમ-તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. કોંગ્રેસે હવે ચૂંટણીમાં જોરશોરથી ઝુકાવ્યું છે. પાર્ટી 31 ઓક્ટોબરથી રાજ્યમાં પરિવર્તન સંકલ્પ યાત્રા કાઢશે. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહેલોત, છત્તીસગઢના તેમની સમકક્ષ ભૂપેસ બઘેલ, મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહ અને કમલનાથ તથા વરિષ્ઠ નેતા મુકુલ વાસનિક પાંચ અલગ-અલગ શહેરોથી આ યાત્રાનો પ્રારંભ કરશે.

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે કોંગ્રેસનું લક્ષ્ય ગુજરાતમાંનો માહોલ તૈયાર કરવાનું છે. તેમણે જણાવ્યું હતું કે પાર્ટીના કાર્યક્રમના અનુસાર ગહેલોત ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના પાલનપુરથી, બઘેલ મધ્ય ગુજરાતના કેડા જિલ્લાના ફાગવેલથી, દિગ્વિજય સિંહ કચ્છના નખત્રાણાથી, કમલનાથથી સોમનાથથી અને વાસનિક દક્ષિણ ગુજરાતના જંબુસરથી આ યાત્રાનો પ્રારંભ કરશે.

કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા રાજ્યમાં આશરે એક સપ્તાહ સુધી ચાલશે. એ યાત્રાની 182ના વિદાનસભાનાં ક્ષેત્રોમાંથી પસાર થશે. ઐ કાર્યક્રમનું શિડ્યુઅલ 29 ઓક્ટોબરે જારી કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. બીજી બાજુ, કોંગ્રેસે કોઈ મોટા નેતાએ રાજ્યમાં અત્યાર સુધી કોઈ મોટી સભા નથી કરી.

બીજી બાજુ, આમ આદમી પાર્ટી ગુજરાતની ચૂંટણીમાં જોરશોરથી ચૂંટણીપ્રચાર કરી રહી છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન અનેક વાર ચૂંટણી ઘોષણાઓ કરી ચૂક્યા છે. વડા પ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ પણ ગૃહ રાજ્યમાં ભાજપ માટે ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular