Thursday, May 22, 2025
Google search engine
HomeNewsNationalઇટાવામાં કૂતરાએ 200 કિલોના મગરમચ્છ પકડાવ્યો

ઇટાવામાં કૂતરાએ 200 કિલોના મગરમચ્છ પકડાવ્યો

ઇટાવાઃ કહેવાય છે કે મનુષ્યનોનો બધાં પ્રાણીઓમાં સૌથી વફદાર મિત્ર કૂતરો છે. ફરી એક વાર કૂતરાએ એની વફાદારી સાબિત કરી છે.  ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાં ચંબલ નદીથી આશરે અડધો કિલોમીટર દૂર ભરેહ ગામમાં વિશાળ મગરમચ્છ મળવાથી હાહાકાર મચી ગયો હતો. ચંબલ સેન્ચુરી વિભાગની ટીમને બે કલાકમાં આકરી મહેનત પછી 11 ફૂટ લાંબા અને આશરે 200 કિલો મગરમચ્છને પકડવામાં સફળતા મળી હતી. જોકે આ મગરમચ્છ કૂતરાના ભસવાને કારણે ગામવાળાએ મગરમચ્છ જોયો હતો અને એની સૂચના વિભાગને આપી હતી.

ભરેહ ગામમાં ખેડૂત રામકુમાર રવિવારે રાત્રે પાકની રખેવાળી કરવા માટે ખેતરમાં બનેલા માંચડા પર આરામ કરતો હતો. રાત્રે આશરે નવ કલાકે ખેતરમાં હલચલ જોવા મળી હતી અને કૂતરા જોર-જોરથી ભસવા લાગ્યા હતા. રામકુમારે જંગલી પ્રાણી સમજીને હાક મારી હતી અને પછી ટોર્ચ ચાલુ કરીને જોયું તો સામે વિશાળ મગરમચ્છ હતો. એના પર તેણે બૂમાબૂમ કરી મૂકી હતી. તેની આસપાસ ખેડૂતો પહોંચી ગયા હતા. આ માહિતી મળતાં પ્રધાન રાઘવેન્દ્ર પ્રતાપ સિંહ સેંગર ગ્રામીણોની સાથે પહોંચ્યા હતા અમને સેન્ચુરી વિબાગને એની માહિતી આપી હતી.

વિભાગની ટીમે બે કાલકની આકરી મહેનત પછી જાળ નાખીને મગરમચ્છને પકડી પાડ્યો હતો. રેન્જર હરિ શુક્લાએ જણાવ્યું હતું કે વયસ્ક મગરમચ્છને ચંબલ નદીમાં છોડવામાં આવ્યો હતો. મગરમચ્છ ગાય-ભેંસનું છાણ ખાય છે, પણ નદી કિનારે પ્રાણીઓનું આવન-જાવન ઓછું થતાં મગરમચ્છ ગામ તરફ આવી જાય છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular