Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsGujaratહાઈકોર્ટની રખડતા ઢોરને મુદ્દે સરકાર સામે લાલ આંખ

હાઈકોર્ટની રખડતા ઢોરને મુદ્દે સરકાર સામે લાલ આંખ

અમદાવાદઃ રાજ્યમાં રખડતા ઢોરને લીધે અનેક લોકોના જીવ ગયા છે. જેથી રાજ્યમાં રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે રખડતા ઢોરોની ગંભીર સમસ્યાનું નિરાકરણ શા માટે હજુ સુધી આવ્યું નથી?  અમદાવાદ સહિત રાજયભરમાં રસ્તા પર રખડતા ઢોરના મુદ્દે હાઈકોર્ટે આજે બહુ ગંભીર નોંધ લઈને રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી. હાઇકોર્ટે એવી પણ માર્મિક ટકોર હતી કે શહેરના મોટા ભાગના રસ્તાઓ પર રખડતા ઢોર જોવા મળી રહ્યા છે, જે અદાલતના હુકમનું પાલન નહીં થઈ રહ્યું હોવાનું દર્શાવે છે. હાઇકોર્ટે રખડતા ઢોરોના ત્રાસ મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓને કોર્ટમાં હાજર રહેવા તાકીદ કરી હતી. બીજી બાજુ સરકાર તરફથી કોઈ સંતોષજનક ખુલાસો અપાયો નહોતો.

હાઈકોર્ટના ચીફ જસ્ટિસે રખડતા ઢોરોના ત્રાસ અને આ ગંભીર સમસ્યાને લઇ રાજ્ય સરકાર સામે લાલ આંખ કાઢી છે. કોર્ટે આ કેસની સુનાવણી આવતી કાલે આવતી કાલે રાખી હતી. કોર્ટે આવતી કાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીને પણ હાજર રહેવા તાકીદ કરી હતી. રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટમાં સરકાર સહિતના સત્તાધીશો સામે કન્ટેમ્પ્ટ પિટિશન પણ દાખલ થઈ છે. વળી, આ જ મુદ્દે અન્ય બે જાહેર હિતની અરજીઓ પણ થયેલી છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરતાં વેધક સવાલ પૂછ્યો હતો. કે  જો આ મામલે સરકાર સક્ષમ ન હોય તો કોર્ટ હસ્તક્ષેપ કરશે. આ સાથે હાઇકોર્ટે રાજ્ય સરકારને તાત્કાલિક જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે.

બીજી બાજુ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે હાઈકોર્ટની ઝાટકણી પછી રખડતા ઢોરોને રસ્તા પરથી હટાવવા કડક હાથે કામગીરી કરવા અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા. તેમણે ઢોરોને મામલે જેતે અધિકારીઓનો ઊધડો પણ લીધો હતો.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular