Thursday, May 22, 2025
Google search engine
HomeNewsGujaratUSમાં ભારતીયો દ્વારા 'આઝાદીના અમૃત મહોત્સવ'ની ભવ્ય ઉજવણી

USમાં ભારતીયો દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી

અમદાવાદઃ દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે વિદેશમાં રહેતા ભારતીયો પણ આ ઉત્સવમાં એટલા જ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. ખાસ કરીને અમેરિકા રહેતા ભારતીયોએ 75મા સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી કરી હતી.

અમેરિકામાં લોસ એન્જલસમાં ભારતીયોએ- 1000 કરતાં વધારે ગુજરાતી અને દેશના વિવિધ પ્રાંતના NRIની હાજરીમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારતીય વ્યવસાયિકોનો પરિચય આપતી અને સિદ્ધિ ગાથા કરતી પુસ્તિકાનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું.

ભારતીય ઉદ્યોગપતિ યોગી પટેલ અને પરિમલ શાહે આ ઉજવણીમાં જહેમત ઉઠાવી હતી. જ્યારે કેવલકાંડા કાઉન્સિલ જનરલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ રાજેશ નાયક,  ડેવલપર અને ઇન્વેસ્ટર ભૂપેશ પરીખ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉજવણીમાં અમેરિકામાં વરસોથી મહેનત કરી સ્થાયી થયેલા ગુજરાતી વ્યવસાયિકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના ચેરમેન અને યુવા બિઝનેસમેન ભારતીય ઉદ્યોગપતિ યોગી પટેલને એવોર્ડથી સન્માનિત કરવામાં આવતાં ગુજરાતી સમાજમાં આનંદની લાગણીની છવાઈ ગઈ છે. આ પ્રસંગે યોગી પટેલે આ એવોર્ડ સ્વીકારતાં જણાવ્યું હતું કે દેશની સંસ્કાર, સંસ્કારિતા અને સાહસ એ આપણો અમૂલ્ય વારસો છે. તેનું જતન કરવું અને વિસ્તરણ કરવું તે દરેક ભારતીયોની ફરજ છે. તેમણે જણાવ્યું હતું કે સ્વતંત્રતા બાદ ભારતની પ્રગતિમાં જે રાજકીય આગેવાનો અને ઉદ્યોગપતિઓએ ભારતને ટોચના સ્થાને મૂક્યું છે, તે લોકો પણ એટલા જ વંદનીય છે. ભારતીય હોવાનું આપણા માટે સદા ગૌરવ હોવું જોઈએ.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular