Sunday, May 25, 2025
Google search engine
HomeNewsInternationalચીનના સાન્યા શહેરમાં કોરોના લોકડાઉનઃ પર્યટકો ફસાયાં

ચીનના સાન્યા શહેરમાં કોરોના લોકડાઉનઃ પર્યટકો ફસાયાં

બીજિંગઃ ચીનના તેમજ વિદેશના પર્યટકોમાં હોટસ્પોટ ગણાતા સાન્યા શહેરમાં કોરોનાવાઈરસના નવેસરથી કેસ નોંધાતાં વહીવટીતંત્ર અત્યંત સતર્ક બની ગયું છે અને રોગચાળાને ફેલાતો રોકવા માટે અનેક પગલાં લીધાં છે. આ શહેરમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. આને કારણે આ ટાપુ પર હજારો પર્યટકો ફસાઈ ગયાં છે.

દક્ષિણ ચીનમાં આવેલા ટાપુ-પ્રાંત હૈનનના સાન્યા શહેરમાં લોકોને એમની હોટેલ્સમાં જ ગોંધાઈ રહેવાની ફરજ પડી છે. 2021માં જ્યારે દુનિયાના અનેક દેશોમાં કોરોના ફેલાયો હતો ત્યારે આ શહેરમાં માત્ર બે જ કેસ નોંધાયા હતા. પરંતુ હાલ કોરના-દર્દીઓની સંખ્યા ઓચિંતી વધી ગઈ છે.

શહેરના સત્તાવાળાઓએ ગઈ 6 ઓગસ્ટથી લોકડાઉન લાગુ કર્યું છે અને ટ્રાન્સપોર્ટ સેવાઓમાં નિયંત્રણો અમલમાં મૂક્યા છે. હજારો પર્યટકો અહીંના સમુદ્રકિનારાઓ પર મજા માણવા માટે આવ્યાં છે, પરંતુ લોકડાઉનને કારણે એમને હોટેલમાં જ રહેવાની ફરજ પડી છે. લોકડાઉન આવતા શનિવાર સુધી અમલમાં રહેવાનું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular