Friday, May 23, 2025
Google search engine
HomeGalleryEventsમસૂરીમાં ITBP છાવણી નજીક બસ અકસ્માત

મસૂરીમાં ITBP છાવણી નજીક બસ અકસ્માત

ઉત્તરાખંડના હિલસ્ટેશન મસૂરીમાં 7 ઓગસ્ટ, રવિવારે બપોરે લગભગ 1.45 વાગ્યાના સુમારે મસૂરી-દેહરાદૂન માર્ગ પર રાજ્ય રોડવેઝની એક બસ ઈન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (આઈટીબીપી) છાવણીના મસૂરી ગેટ નજીક રસ્તા પરથી ગબડી પડી હતી. ITBP એકેડેમીમાં જાણ થતાં ત્યાંના જવાનો તરત જ ત્યાં દોડી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. બસમાં 39 જણ પ્રવાસ કરતાં હતાં. સદ્દભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. કેટલાક પ્રવાસીને ઈજા થઈ હતી. એમને મસૂરી તથા ITBP એકેડેમી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. દેશના સાત સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)માંનું એક દળ આઈટીબીપી છે. (તસવીર સૌજન્યઃ @ITBP_official)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular