Monday, July 21, 2025
Google search engine
HomeNewsNationalઅર્થતંત્રનું કદ 30 વર્ષોમાં $30 લાખ કરોડ થવાની શક્યતા

અર્થતંત્રનું કદ 30 વર્ષોમાં $30 લાખ કરોડ થવાની શક્યતા

કોઇમ્બતોરઃ દેશના વેપાર અને ઉદ્યોગપ્રધાને કહ્યું હતું કે ભારત વિશ્વનાં ઝડપથી વધતા અર્થંતંત્રોમાંનું એક છે. ભારતીય અર્થતંત્ર આગામી 30 વર્ષોમાં વધીને 30 લાખ ડોલર થવાનો અંદાજ છે. જો ભારતનો આર્થિક વિકાસ દર આઠ ટકાના દરે વિકાસ પામશે તો આશરે નવ વર્ષોમાં અર્થતંત્રનું કદ બે ગણું થઈ જશે. હાલ ભારતીય અર્થતંત્રનું કદ 3.2 લાખ કરોડ ડોલર છે.આગામી નવ વર્ષોમાં એ વધીને 6.5 લાખ કરોડ ડોલર થવાની અપેક્ષા છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે સ્થાનિક ટેક્સટાઇલ માર્કેટમાં આવનારાં વર્ષોમાં મોટા પાયે રોજગારીનું સર્જન કરવાની ક્ષમતા છે અને કેન્દ્ર વિવિધ દેશો સાથે ઝીરો ડ્યુટી સાથે મુક્ત વેપાર કરાર કરવાની દિશામાં કામ કરી રહ્યું છે. તેમણે એક કાર્યક્રમમાં ભાર દઈને કહ્યું હતું કે કેન્દ્ર કોટન અને મેઇન મેઇડ ટેક્સટાઇલ સેક્ટરને પ્રોત્સાહન આપી રહ્યું છે, જેથી વૈશ્વિક ટેક્સટાઇલ માર્કેટમાં ભારતનો હિસ્સો વધી શકે, જેનાથી રોજગારીના સર્જનમાં વધારાની સાથે મૂડીરોકાણમાં પણ વધારો થઈ શકે.

અમે બધાં ક્ષેત્રોમાં વૈશ્વિક ઉદ્યોગ બનવા ઇચ્છીએ છીએ, જેથી વૈશ્વિક બજાર પર કબજો જમાવી શકાય., હાલમાં કપડાં ઉદ્યોગનું કદ આશરે રૂ. 10 લાખ કરોડનું છે. એમાં નિકાસનો હિસ્સો આશરે રૂ. 3.5 લાખ કરોડ છે. આગામી પાંચ વર્ષમાં આ ટેક્સટાઇલની ક્ષમતા જોતાં ઉદ્યોગનું કદ બમણું થવાની અપેક્ષા છે, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular