Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsBusinessG7 સંમેલનમાં મોદી મળ્યા બાઈડન, મેક્રોં, ટ્રુડોને

G7 સંમેલનમાં મોદી મળ્યા બાઈડન, મેક્રોં, ટ્રુડોને

બર્લિનઃ દક્ષિણ જર્મનીના સ્ક્લોસ એલમો શહેરમાં દુનિયાના 7 સમૃદ્ધ દેશો (G7)ના વડાઓનું 48મું શિખર સંમેલન ચાલી રહ્યું છે. આ સંમેલનમાં હાજર રહેવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ મળ્યું છે. આજે મોદીએ સ્ક્લોસ એલમોમાં અમેરિકન પ્રમુખ જૉ બાઈડન, ફ્રેન્ચ પ્રમુખ ઈમેન્યુએલ મેક્રોં અને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે ગ્રુપ ફોટો પડાવાય એ પૂર્વે સંક્ષિપ્તમાં મુલાકાત કરી હતી.

મોદી સ્ક્લોસ એલમો ખાતે આવી પહોંચ્યા ત્યારે જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે એમનું સ્વાગત કર્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular