Thursday, July 17, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાત રમખાણોમાં ATS સક્રિયઃ તિસ્તા સેતલવાડની ધરપકડ

ગુજરાત રમખાણોમાં ATS સક્રિયઃ તિસ્તા સેતલવાડની ધરપકડ

મુંબઈઃ  ગુજરાત રમખાણોમાં ખોટી માહિતી આપવાના આરોપમાં સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ સહિત બે ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટ અને આર. બી. શ્રીકુમારની સામે કેસ નોંધવામાં આવ્યો છે. ગુજરાત ATS સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડના ઘર પર શનિવારે  પહોંચી હતી. ગુજરાત ATSની બે ટીમો મુંબઈ પહોંચી હતી અને એક ટીમ સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશન ગઈ હતી. બીજી ટીમ  મુંબઇ પોલીસ સાથે તિસ્તા સેતલવાડના જુહુ સ્થિત ઘરે ગઈ હતી. જ્યાંથી ગુજરાત ATSએ તિસ્તાની અટકાયત કરી લીધી છે અને તેમને લઇ ગુજરાત આવવા રવાના થઈ ગઈ છે.

ગુજરાત ATS ટીમે ગુજરાત રમખાણો 2002 કેસ મુંબઈમાં એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની અટકાયત કરી છે અને તેને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન લઈ આવી છે. ભંડોળના દુરુપયોગના સંદર્ભમાં તિસ્તાની પૂછપરછ કરવામાં આવશે. મુંબઈ પોલીસ હાલમાં ગુજરાત પોલીસ દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજોની તપાસ કરી રહી છે. પછી એટીએસ સામાજિક કાર્યકરને તેમની સાથે અમદાવાદ હેડક્વાર્ટર લઈ જશે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular