Thursday, May 15, 2025
Google search engine
HomeNewsSports‘શાબાશ મિઠુ’નું ટ્રેલરઃ મિતાલીનાં રોલમાં તાપસીનો જોરદાર-પરફોર્મન્સ

‘શાબાશ મિઠુ’નું ટ્રેલરઃ મિતાલીનાં રોલમાં તાપસીનો જોરદાર-પરફોર્મન્સ

મુંબઈઃ ભારતીય મહિલા ક્રિકેટની દંતકથા સમાન ખેલાડી અને ભૂતપૂર્વ કેપ્ટન મિતાલી રાજનાં જીવન પરથી બનાવવામાં આવેલી હિન્દી ફિલ્મ ‘શાબાશ મિઠુ’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. શ્રીજીત મુખરજીએ બનાવેલી આ ફિલ્મ આવતી 15 જુલાઈએ થિયેટરોમાં રિલીઝ થશે.

મિતાલીનાં રોલમાં તાપસી પન્નૂ એકદમ છવાઈ ગઈ છે. ટ્રેલર પરથી કહી શકાય કે તાપસીએ પાત્ર ભજવવામાં પોતાનાં તરફથી કોઈ કચાશ રાખી નથી. ફિલ્મમાં મિતાલીનાં બાળપણથી લઈને કારકિર્દીના આખરી તબક્કા સુધીની મહત્ત્વની ઘટનાઓ, કારકિર્દી દરમિયાન મિતાલીને કેવી અડચણોનો સામનો કરવો પડ્યો હતો અને તેણે એનો કેવી રીતે સામનો કર્યો હતો એને વાર્તા સ્વરૂપે આવરી લેવામાં આવ્યા છે. મિતાલીનાં ક્રિકેટ કોચની ભૂમિકા વિજય રાઝે ભજવી છે. ટ્રેલરમાં સ્પષ્ટ જોવા મળ્યું છે કે દેશમાં મહિલાઓની ક્રિકેટ ટીમને પૂરતું મહત્ત્વ અપાયું નહોતું અને પુરુષ ક્રિકેટરોને જેવી સુવિધાઓ એમને અપાતી નહોતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular