Saturday, May 24, 2025
Google search engine
HomeFeaturesBehind The Lensએક જેવા દેખાતા પતંગીયા અને ફુદા વચ્ચેનો ફર્ક જાણવા જેવો...

એક જેવા દેખાતા પતંગીયા અને ફુદા વચ્ચેનો ફર્ક જાણવા જેવો…

Moth

ગીરના જંગલોની વાત આવે એટલે લોકો સિંહ વિશે જ વાત કરે પણ ગીરના જંગલોમાં પતંગીયા અને ફુદ્દા (Moth)ઓની વિવિધ પ્રજાતિઓ પણ છે. આ પતંગીયા અને ફુદ્દાઓ ને જોવા અને કેમેરા મા કંડારવા માટે એકવાર ચોમાસામાં ગીરનો પ્રવાસ કરવા જેવો છે.

 

Butterfly

નીચેના મુદ્દાઓ થી સામાન્ય માણસને સરળતા થી પતંગીયા અને ફુદ્દાઓ વચ્ચે નો ફરક ખબર પડી શકે:

૧-પતંગીયાના રંગો ઘણા જ વિવિધતા સભર હોય છે. જ્યારે ફુદ્દાઓ મહદઅંશે રંગીન હોતા નથી.

૨- પતંગીયાને આગળ લાંબા અને પાતળા એન્ટેના હોય છે જ્યારે મોથમાં તે જાડા અને પીંછાવાળા હોય છે.

૩-પતંગીયા દિવસે વધારે સક્રીય હોય છે, જ્યારે ફુદ્દાઓ મોટાભાગે રાત્રીના વધારે સક્રિય હોય છે.

૪-પતંગીયા કોઈ ડાળી પર આરામથી બેસે ત્યારે તેમની પાંખો સામાન્ય રીતે બંધ રાખે છે જ્યારે ફુદ્દાઓ પાંખો ખુલ્લી રાખીને બેસે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular