Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsNationalવાહનોના હોર્નની અવાજ-મર્યાદા ઘટાડવાનો વાહનઉત્પાદકોને અનુરોધ કરાયો

વાહનોના હોર્નની અવાજ-મર્યાદા ઘટાડવાનો વાહનઉત્પાદકોને અનુરોધ કરાયો

મુંબઈઃ એક તરફ ધાર્મિક સ્થળોમાં લાઉડસ્પીકરના ઉપયોગના મામલે હાલ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે મુંબઈ પોલીસે વાહન ઉત્પાદક કંપનીઓને અનુરોધ કર્યો છે કે ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા વિશે સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ અનુસાર તેઓ વાહનોના હોર્નના અવાજની મર્યાદાને ઘટાડી દે. હાલ વાહનોના હોર્નનો અવાજ 92 ડેસિબલથી લઈને 112 ડેસિબલની વચ્ચે હોય છે, પરંતુ તે સુપ્રીમ કોર્ટના આદેશના ઉલ્લંઘન સમાન છે.

એક પોલીસ અધિકારીએ કહ્યું છે કે ધ્વનિ પ્રદૂષણ સમસ્યાને અંકુશમાં લાવવા માટે અમે હાલમાં જ વિભિન્ન વાહન ઉત્પાદક કંપનીઓના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને વાહનોના હોર્નનો અવાજ ઓછો રાખવા માટે એમને વિનંતી કરી હતી. મુંબઈનું પોલીસતંત્ર ઉંચા અવાજે હોર્ન વગાડનાર વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી જ રહ્યું છે. ખાસ કરીને રાતના સમયે ઉંચા અવાજે હોર્ન વગાડવા પર પ્રતિબંધ મૂકાશે. મુંબઈ પોલીસ હવે વાહનોના ડિલરો સાથે પણ બેઠક કરશે. આવી જ વિનંતી અનેક બિલ્ડરો અને ડેવલપરોને પણ કરવામાં આવી છે કે તેઓ બાંધકામ કામગીરીને કારણે થતા અવાજના પ્રદૂષણને ઓછું કરે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular