Tuesday, July 8, 2025
Google search engine
HomeNewsEntertainmentશાહરુખ ખાનની સાઉથની ફિલ્મના શૂટિંગના ફોટા વાઇરલ

શાહરુખ ખાનની સાઉથની ફિલ્મના શૂટિંગના ફોટા વાઇરલ

મુંબઈઃ બોલીવૂડનો સુપરસ્ટાર શાહરુખ ખાન આશરે ત્રણ વર્ષ પછી ફરી એક વાર કમબેક કરવા સજ્જ છે. તે એક પછી એક ફિલ્મોનું શૂટિંગ કરી રહ્યો છે. સ્પેનમાં દીપિકા પાદુકોણની સાથે ‘પઠાણ’નું શૂટિંગ કર્યા પછી હવે SRK સાઉથના ડિરેક્ટર એટલી સાથે આવનારી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત થઈ ગયો છે. કિંગ ખાનના શૂટિંગના નવા ફોટો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. આ ફિલ્મનું નામ ‘લાયન’ હશે, જોકે એની સત્તાવાર જાહેરાત બાકી છે.

સોશિયલ મિડિયામાં જે ફોટો વાઇરલ થઈ રહ્યા છે, એમાં શાહરુખ ચહેરા પર બુકાની પહેરીને એમ્બ્યુલન્સ ચલાવતો નજરે પડી રહ્યો છે. તેના ફેન્સ એની નવી ફિલ્મથી સંકળાયેલી માહિતી જાણવા આતુર છે. આ ફિલ્મનું શૂટિંગ શહેરમાં 10 દિવસો સુધી ચાલશે. વળી, સાઉથની જાણીતી એક્ટ્રેસ નયનતારા ટૂંક સમયમાં શાહરુખ સાથે જોડાશે. SRK અને નયનતારા પહેલી વાર સ્ક્રીન શેર કરશે. વળી, આ ફિલ્મમાં શાહરુખ ખાન બેવડી ભૂમિકામાં જોવા મળશે. એ ફિલ્મમાં તેની સાથે સાન્યા મલ્હોત્રા અને સુનીલ ગ્રોવર પણ છે.

શાહરુખે કેટલાક દિવસો પહેલાં જ સ્પેનમાં સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ‘પઠાણ’નું શૂટિંગ પૂરું કર્યું છે. ‘પઠાણ’માં તેની સાથે દીપિકા પાદુકોણ પણ છે અને દીપિકાના બિકીની ફોટોઝ ખૂબ વાઇરલ થઈ રહ્યા છે. આ સિવાય એક્શન સીન પણ છે. આ ફિલ્મમાં દીપિકા ઉપરાંત જોન અબ્રાહમ પણ છે. આ સિવાય શાહરુખ ખાન રાજકુમાર હીરાનીની ફિલ્મમાં પણ નજરે ચઢશે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular