Friday, July 4, 2025
Google search engine
HomeNewsEntertainmentઓસ્કર એવોર્ડ સમારંભમાં થપ્પડના અવાજથી થિયેટર ગૂંજ્યું

ઓસ્કર એવોર્ડ સમારંભમાં થપ્પડના અવાજથી થિયેટર ગૂંજ્યું

લોસ એન્જલસઃ 94મા ઓસ્કર એવોર્ડનું એલાન થઈ ગયું છે. આ એવોર્ડના વિતરણ દરમ્યાન મંચ પર આવેલા ક્રિસ રોકે એક્ટર વિલ સ્મિથની પત્ની જાડા પિંકેટ સ્મિથની ઠેકડી ઉડાડી હતી, જે પછી વિલે મંચ પર આવીને ક્રિસને જોરદાર તમાચો ચોડી દીધો હતો. વિલે રોકને ચેતવણી આપતાં કહ્યું હતું કે મારી પત્નીનું નામ પણ ક્યારેય લેતો નહીં. આ સમારંભમાં યુક્રેનને ટેકો આપવા માટે બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું.

ક્રિસ રોકે જ્યારે ડોક્યુમેન્ટરી કેટેગરીમાં એવોર્ડની જાહેરાત કરી, ત્યારે વિલ સ્મિથ જેડા પિંકેટ સ્મિથની મજાક ઉડાડી હતી. વાસ્તવમાં જેડાએ માથાના વાળ કાપીને એને ક્લીન શેવ કરી દીધી હતી. જેથી ક્રિસ રોકે એની મજાક ઉડાડી હતી, જે પછી સ્મિથે ક્રિસના ચહેરા પર થપ્પડ મારી હતી.

પહેલાં તો લોકોને વિલ સ્મિથે એ મજાક કરી હોય એવું લાગ્યું, પણ વિલે પછી કહ્યું હતું કે મારી પત્નીનું નામ પણ લેતો નહીં. જેથી દર્શકો પણ અચંબિત થયા હતા. એ પછી અન્ય પ્રેઝન્ટેટર ડીડી સ્ટેજ પણ પહોંચ્યા હતા અને તેમણે સ્થિતિને સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું હતું કે વિલ સ્મિથ અને ક્રિસ રોક આપણે આ બનાવને પરિવારની જેમ ઉકેલી લઈશું.

એવોર્ડ સમારંભમાં કેટલીય વાર અલગ-અલગ સભ્યોએ વિલ સ્મિથ સાથે વાત કરી હતી. ઓસ્કરના પ્રોડ્યુસર વિલ પેકરે પણ વિલ સ્મિથ સાથે વાત કરી હતી. વિલ સ્મિથને બેસ્ટ એક્ટરનો એવોર્ડ એનાયત થયો હતો. જોકે પછી વિલ સ્મિથે એવોર્ડ લેતી વખતે પોતાની વર્તણૂક પછી માફી પણ માગી હતી.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular