Monday, May 26, 2025
Google search engine
HomeNewsEntertainmentસુહાના, ખુશી અને અગસ્ત્યની ડેબ્યુ ફિલ્મની પહેલી ઝલક

સુહાના, ખુશી અને અગસ્ત્યની ડેબ્યુ ફિલ્મની પહેલી ઝલક

મુંબઈઃ ઝોયા અખતરની ફિલ્મ ‘ધ આર્ચી’ની પહેલી ઝલક સામે આવી છે, જેમાં સુહાના ખાન, અગસ્ત્ય નંદા, ખુશી કપૂર અને જહાન કપૂર વગેરે નજરે ચઢશે. સુહાના એટલે કે વેરોનિકા, અગસ્ત્ય એટલે કે’ અર્ચી’ એન્ડ્રુઝ, ખુશી એટલે કે બેટ્ટી કૂપર, જહાન એની પહેલી ઝલકમાં કેપ્ચર થઈ હતી. આ ફોટો આ સ્ટાર કિડ્સના લુક ટેસ્ટ દરમ્યાન કર્યા હતા. આ સ્ટાર કિડ્સની પહેલી ઝલક ફિલ્મના સેટમાંથી દેખાઈ હતી. આ બધાની વચ્ચે નવ્યા નવેલી નંદા પણ નજરે ચઢતી હતી.  ‘જિંદગી ના મિલેગી દોબારા,’ ‘દિલ ધડકને દો,’ ‘ગલી બોય’ જેવી ફિલ્મોની ડિરેક્ટર ઝોયા અખતરે આગામી ફિલ્મથી બોલીવૂડમાં નવા જનરેશનને લોન્ચ કરી રહી છે.

ગયા વર્ષે નવેમ્બરમાં ઝોયાએ આ નવા પ્રોજેક્ટની ઘોષણા કરી હતી. તેણે કહ્યું હતું કે હું ‘આર્ચીઝ’ને પડદા પર ઉતારીને ખુશ છું. આ મારા નાનપણ અને ટીનેજનો એક મોટો હિસ્સો છે. કેરેક્ટર્સ આઇકોનિક છે અને વિશ્વના લોકોએ પસંદ કર્યા છે.એટલે હું થોડી નર્વસ પણ છું. અમેરિકન ટીનેજ ડ્રામા માટે નવા અડોપ્શનમાં દેશી ટ્વિસ્ટ પણ નજરે ચઢશે, એમ તેણે કહ્યું હતું.

સુહાના ખાન શાહરુખ ખાનની પુત્રી છે, જ્યારે ખુશી કપૂર બોની કપૂર અને શ્રીદેવી કપૂરની પુત્રી છે અને અગસ્ત્યા અમિતાભ બચ્ચનની દોહિત્રી છે. આ સિવાય જહાન કપૂર સંજય કપૂરના પુત્ર એટલે કે શનાયા કપૂરનો ભાઈ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular