Sunday, May 18, 2025
Google search engine
HomeNewsEntertainmentઆલિયા ભટ્ટની હોલીવુડમાં એન્ટ્રી; સ્પાઈ થ્રિલરમાં ચમકશે

આલિયા ભટ્ટની હોલીવુડમાં એન્ટ્રી; સ્પાઈ થ્રિલરમાં ચમકશે

મુંબઈઃ હિન્દી ફિલ્મોની સ્ટાર અભિનેત્રી આલિયા ભટ્ટે અંગ્રેજીભાષી ફિલ્મ ઉદ્યોગ – હોલીવુડમાં પદાર્પણ કર્યું છે. તેને એક મોટા સ્ટુડિયોની ફિલ્મમાં કામ કરવાનું મળ્યું છે. ફિલ્મ છે આંતરાષ્ટ્રીય સ્તરે જાસુસીના વિષયવાળી ‘હાર્ટ ઓફ સ્ટોન’, જેમાં એ ગેલ ગેડોટ (‘વન્ડર વુમન’ ફેમ અભિનેત્રી) અને જેમી ડોર્નન (‘અ પ્રાઈવેટ વોર’ ફેમ અભિનેતા) જેવા કલાકારો સાથે જોવા મળશે. આ નેટફ્લિક્સ ફિલ્મના દિગ્દર્શક ટોમ હાર્પર છે.

હાલમાં જ રિલીઝ થયેલી ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં આલિયાનાં અભિનયની ખૂબ પ્રશંસા થઈ છે. ‘હાઈવે’, ‘ઉડતા પંજાબ’, ‘રાઝી’ જેવી ફિલ્મોમાં પણ જબરદસ્ત એક્ટિંગ ક્ષમતા દર્શાવીને આલિયા બોલીવુડમાં ટોચની હરોળમાં આવી ગઈ છે. એની નવી ફિલ્મ છે – ‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’. આ કોમેડી ફિલ્મમાં એ રણવીરસિંહ અને પ્રીતિ ઝીન્ટાની સાથે કામ કરશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular