Thursday, July 24, 2025
Google search engine
HomeNewsEntertainmentબોલીવૂડ સ્ટાર્સના પુત્રો-પુત્રીઓ ફિલ્મજગતમાં ડેબ્યુ કરવા તૈયાર

બોલીવૂડ સ્ટાર્સના પુત્રો-પુત્રીઓ ફિલ્મજગતમાં ડેબ્યુ કરવા તૈયાર

મુંબઈઃ ફિલ્મજગતના સ્ટાર પુત્રો અને પુત્રી બોલીવૂડમાં ડેબ્યુ કરશે.  બોલીવૂડ એક્ટ્રેસ સ્વ શ્રીદેવી કપૂર અને બોની કપૂરની નાની પુત્રી ખુશુ કપૂર, શાહરુખ ખાનની અને અગસ્ત્ય નંદાની પુત્રી સુહાના ખાન, અમિતાભનો દોહિત્ર અને પુત્રી શ્વેતા નંદાનો પુત્ર નેટફિલક્સ પ્રોજેક્ટમાં ડેબ્યુ કરશે.

રીમા અને ઝોયાએ એક બાઇબલની રચના કરી છે, જેની વાર્તા સિંગલ ફિલ્મને આગળ લઈ જશે અને આ ફિલ્મ રિલીઝ થયા પછી આ વિષય પર ફિલ્મોની સિરીઝની સંભાવના છે. ખુશી કપૂર પણ ફિલ્મ ‘ધ આર્ચિઝ’થી ડેબ્યુ કરે એવી સંભાવના છે. અમિતાભનો દોહિત્ર પણ ઝોયા અખતરની ફિલ્મ ‘ધ આર્ચિઝ’થી બોલીવૂડમાં ડેબ્યુ કરશે. અહેવાલ મુજબ અગસ્ત્ય, સુહાના ખાન અને ખુશી કપૂર ઝોડ અખતરની ફિલ્મમાં હશે.

ખુશી અને સુહાનાએ અમેરિકામાં ન્યુ યોર્ક ફિલ્મ એકેડેમી અને ન્યુ યોર્ક યુનિવર્સિટીની ટિશ સ્કૂલ ઓફ ધ આર્ટ્સમાં ફિલ્મની ટ્રેનિંગનો કોર્સ  પૂરો કરી લીધો છે. જ્યારે અગસ્ત્ય નંદાએ લંડનના ન્યુ ઓક્સની સ્નાતકની ડિગ્રી હાંસલ કરવા સાથે એક્ટિંગની તાલીમ પૂરી કરી છે. વળી, અગસ્ત્ય અને સુહાનાએ  ઝોયાની દેખરેખમાં ડાન્સની તાલીમ પણ લીધી છે. વળી, ઝોયાએ ગયા વર્ષે એક પ્રોજેક્ટની ઘોષણા કરી હતી, જેનું શૂટિંગ દેશમાં જ કરશે. આ ફિલ્મમાં ફિલ્મજગતનાં નવી યુવા પેઢી હશે. જોકે આ સ્ટાર પુત્રો-પુત્રીઓ કરણ જૌહરની ફિલ્મમાં નથી. જોકે ઝોયા એની ફિલ્મને લઈને અત્યાર સુધી કોઈ કલાકારને કાસ્ટ નથી કર્યો.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular