Friday, July 18, 2025
Google search engine
HomeNewsSports‘બોલિંગને કારણે પંડ્યા કરતાં ઐયર ચડિયાતો’

‘બોલિંગને કારણે પંડ્યા કરતાં ઐયર ચડિયાતો’

મુંબઈઃ ભારતીય ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન વસીમ જાફરનું કહેવું છે કે સારો બોલિંગ દેખાવ વેંકટેશ ઐયરને આ વર્ષના અંતભાગમાં ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં ઓલરાઉન્ડરનું સ્થાન મેળવવા માટે હાર્દિક પંડ્યા કરતાં ચડિયાતો બનાવે છે.

ઈએસપીએન ક્રિકઈન્ફોને આપેલી મુલાકાતમાં હાર્દિક પંડ્યા અને વેંકટેશ ઐયરના દેખાવની સમીક્ષા કરવાનું કહેતાં જાફરે કહ્યું કે, બેટિંગ લાઈન-અપમાં છઠ્ઠા નંબરે ઐયર કેટલું સરસ રમે છે એ જોઈને મને આશ્ચર્ય થયું છે. આપણે એને ઓપનર તરીકે રમતા જોયો છે, પણ હવે છઠ્ઠા ક્રમે રમવામાં પણ એણે એટલી સરસ રીતે અનુકૂળતા હાંસલ કરી લીધી છે. એટલું જ નહીં મેચને ફિનિશ કરવામાં પણ એણે અસાધારણ કુશળતા બતાવી છે. બીજી મહત્ત્વની વાત એ છે કે એણે બોલિંગ પણ સરસ કરી અને બે મહત્ત્વની વિકેટ લીધી હતી. આને કારણે એ આગામી વર્લ્ડ કપ માટે ટીમમાં ઓલરાઉન્ડરનું સ્થાન મેળવવા માટે બીજાંઓ સાથેની હરીફાઈમાં આગળ છે.

પંડ્યા છેલ્લે યૂએઈમાં ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં નામિબિયા સામે ભારત વતી રમ્યો હતો. ઐયરે ગયા વર્ષના નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચ સાથે આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં પ્રવેશ કર્યો હતો. હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ ગયેલી T20 શ્રેણીમાં એણે પોતાનો દેખાવ સુધાર્યો હતો. એમાં તેણે બેટિંગમાં 92 રન કર્યા હતા અને બોલિંગમાં બે વિકેટ લીધી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular