Sunday, May 18, 2025
Google search engine
HomeNewsInternationalરશિયા ગમેત્યારે યુક્રેન પર હુમલો કરે એવી શક્યતા

રશિયા ગમેત્યારે યુક્રેન પર હુમલો કરે એવી શક્યતા

વોશિંગ્ટનઃ અમેરિકાએ ચેતવણી ઉચ્ચારી છે કે રશિયા યુક્રેન પર ગમેત્યારે હુમલો કરે એવી શક્યતા છે. જોકે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનથી ફોન પર વાત કરશે. આ બાબતની વ્હાઇટ હાઉસે પુષ્ટિ કરી હતી. આ પહેલાં અમેરિકાએ એડવાઇઝરી જારી કરીને અમેરિકનોને યુક્રેન છોડવા માટે પણ નિર્દેશ આપ્યા હતા. ક્રેમલિનના પ્રવક્તાએ કહ્યું હતું કે અમેરિકાના પક્ષે રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીત કરવા માટે કહ્યું હતું.

તેમણે એડવાઇઝરીમાં કહ્યું હતું કે કોવિડ-19 અને યુક્રેન પર સંભવિત રશિયા હુમલાને જોતાં ત્યાંની યાત્રા ના કરે. જેથી તેઓ તત્કાળ દેશ છોડી દે. તેમ છતાં જો તેઓ ત્યાં રહેવા ઇચ્છતા હોય તો વધારાની સતર્કતા રાખે, એમ તેમણે કહ્યું હતું.

 જોકે રશિયા યુક્રેન પર હુમલાનો ઇનકાર કરી ચૂક્યો છે. રશિયા યુક્રેન સરહદે 10,000થી વધુ સૈનિકોને તહેનાત કરી દીધા છે. અમેરિકાએ શુક્રવારે કહ્યું હતું કે રશિયા યુક્રેન પર બોમ્બમારો કરી શકે છે. અમેરિકાએ કહ્યું હતું કે એણએ પોતાના નાગરિકોને 48 કલાકની અંદર યુક્રેન છોડવા માટે કહેશે. અમેરિકાના સુરક્ષા સલાહકાર  જેક સુલિવને કહ્યું હતું કે કોઈ પણ સ્થિતિમાં આગામી 24થી 48 કલાકમાં અમેરિકન નાગરિકોએ યુક્રેન છોડી દેવું જોઈએ.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular