Monday, July 7, 2025
Google search engine
HomeNewsNationalદેશમાં 75% પુખ્તવયનાંએ કોરોના-રસી લઈ લીધીઃ મોદી

દેશમાં 75% પુખ્તવયનાંએ કોરોના-રસી લઈ લીધીઃ મોદી

નવી દિલ્હીઃ દેશમાં પુખ્ત વયનાં 75 ટકા લોકોએ કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી લઈ લીધાના સમાચાર વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ખુશી વ્યક્ત કરી છે. દેશે હાંસલ કરેલી આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ બદલ એમણે સાથી નાગરિકોને અભિનંદન આપ્યા છે અને કહ્યું કે વિશ્વમાં સૌથી મોટી રસીકરણ ઝુંબેશને સફળ બનાવનાર તમામ લોકો માટે એમને ગર્વ છે.

મોદીએ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાના એક ટ્વીટને વડા પ્રધાન મોદીએ ટેગ કર્યું હતું. તે ટ્વીટમાં માંડવીયાએ જણાવ્યું હતું કે દેશે 75 ટકા પુખ્ત વયનાં લોકોને કોવિડ-19 વિરોધી રસી આપીને તેના લક્ષ્યને પ્રાપ્ત કરી લીધું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular